ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ ૧૦૦ કલાકમાં અસમાજિક તત્વોની યાદી તૈયાર કરી કડક કાર્યવાહિ કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ ટંકારા પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેકટર કે એમ છાસિયાએ અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો જેમાં કે બૂટલેગર, એમ.સી.આર વાળા ઇસમો, એચ.એસ. તથા શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ કરવાની ટેવ ધરાવતા ઇસમોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સુધારવાની છેલ્લી તકને ઝડપી લેવા ટકોર કરી હતી. અને હાલ શું પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેની જાણકારી મેળવી હતી.
ટંકારા પોલીસ મથકે અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો જેમાં કે પ્રોહી. બૂટલેગર, એમ.સી.આર વાળા ઇસમો, એચ.એસ. તથા શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ કરવાની ટેવ ધરાવતા ઇસમોને થાણા અમલદાર પી.આઈ. કે એમ છાસિયાએ સ્ટેશન ખાતે બોલાવી આરોપીઓની કડક હાથે પૂછપરછ કરી હતી. તેમજ આવી પ્રવૃતિઓનું પુનરાવર્તન ન કરે તે માટે કડક ભાષામાં કાયદામાં રહેવાની સૂચન આપી હતી. તેમજ તમામ અસામાજિક તત્વોને સુધારવાની તકને ઝડપી લેવા માટે ટકોર કરી હતી. ઉપરાંત ગેરકાયદે બાંધકામ સરકારી, જગ્યાએ દબાણ, લાઈટ ચોરી, પાણી ચોરી સહિત અનેક બાબતે આરોપીઓની હાલની પ્રવૃતિ અંગે વિસ્તૃત જાણકારી એકત્ર કરવામાં આવી છે. જે સમગ્ર માહિતી ૧૦૦ કલાકમાં ડેટા અંતર્ગત માહિતી એકત્રિત કરી જાણકારી મેળવવામાં આવી હતી.