જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા બકરીઈદના તહેવારના અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સહીતના અબોલ પશુઓની ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી અને ગેરકાયદેસર રીતે થતી ગૌવંશ અને અબોલ જીવોની નિર્મમ હત્યાઓ અટકાવવા ગુજરાતના ડીજીપીને રજુઆત
આગામી બકરીઈદના તહેવારના અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સહીતના અબોલ પશુઓની ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી અને ગેરકાયદેસર રીતે થતી ગૌવંશ અને અબોલજીવો ની નિર્મમ હત્યાઓ અા વર્ષે ન થાય અને આવુ કૃત્ય અટકે તે બાબતે મોરબી જીલ્લા યુવા ભાજપ મહામંત્રી તપન દવે દ્વારા ડીજીપી આશીષ ભાટીયા ને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે. રજુઆત કરતા તેઓએ જણાવ્યું છે કે આપણું આ ગુજરાત એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અહિંસક ગુજરાત તરીકેની છાપ વિશ્વ આખામાં ધરાવે છે અને હિંદુ સનાતન સંસ્કૃતિ મુજબ ગાય ને ગૌમાતા તરીકે નું બિરુદ મળેલું છે અને હિંદુ ધર્મ સહીત સમગ્ર દેશવાસીઓ ગૌમાતા સાથે લાગણીથી જોડાયેલા છે ભૂતકાળના સમયમા બકરી ઈદ ના તહેવારમાં રાજ્યમાં અનેક જગ્યાએ ગૌમાતા અને ગૌવંશ સહીત અબોલ જીવોની ગેરકાયદેસર રીતે હત્યા થતી હોઈ તેવા અનેક કિસ્સાઓ ધ્યાનમાં આવેલા છે ત્યારે ગુજરાત રાજ્યની વર્તમાન સંવેદનશીલ સરકારે ગુજરાત રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવેલ છે અને ગૌહત્યા વિરુદ્ધ કડક કાયદો પણ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવ્યો છે ત્યારે આગામી બકરી ઈદ નિમિત્તે ગૌવંશો અને અબોલજીવોની નિર્દયતા પૂર્વક અને ગેરકાયદેસર રીતે થતી હેરફેર સદંતર રીતે બંધ થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા એક્સન પ્લાન બનાવવામાં આવે અને ગુજરાતના દરેક જીલ્લાઓ અને તાલુકાઓમાં ઉપરોક્ત જણાવેલ ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ થાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરવામાં આવી છે