હળવદ ને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે હળવદ નાં બ્રાહ્મણો અને લાડુ જગવિખ્યાત છે હળવદ ના બ્રાહ્મણો જમી જાણે અને જમાડી પણ જાણે હળવદના બહારગામ રહેતા ભૂદેવો નાત ચોર્યાસી કરવા હળવદ આવે છે. હળવદ ના લાડુ પ્રખ્યાત છે, અને તે પણ ચોખ્ખા ઘીના ખસખસીયા કાજુ બદામ દ્રાક્ષ વાળા સાથે બટેકા નું શાક વાલ દાળ ભજીયા પુરી છાસ આ જ જમણવાર માં હોય છે.
હળવદ બ્રાહ્મણ ભોજન શાળા ખાતે મૂળ હળવદ નાં હાલ થાન મુકામે રહેતા જનકભાઈ હરીલાલ વ્યાસ, જયંતીભાઈ જેઠાલાલ વ્યાસ, રાજેન્દ્ર હરીલાલ વ્યાસ, ઘનશ્યામભાઈ બાબુલાલ વ્યાસ, તેમના પિતા શ્રી હરિલાલ તથા ભાઈ શિરીષભાઈ તથા ભાભી શ્રી સ્વ વસંતબેન જયંતીલાલ વ્યાસના સ્મરણાર્થે હળવદ બ્રાહ્મણ ભોજન શાળા ખાતે સુધાકરની તડની નાત યોજાઇ હતી. વ્યાસ પરિવાર કુટુંબીઓ વડીલો સ્નેહીઓ જ્ઞાતીના આગેવાનો સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદ અને શ્લોક થી ગુંજી ઉઠીયુ હતું.