સમગ્ર ગુજરાતમાં ૨૫૦ થી વધુ સ્થળો પર સમર યોગ કેમ્પનું આયોજન તા. ૧૬/૦૫/૨૦૨૫ થી એટલે કે આજથી કરવામાં આવ્યું છે. જ્યારે ટંકારા તાલુકાના સતત ત્રીજી વખત સમર યોગ કેમ્પનું આયોજન કરાયું છે. ટંકારાની ગાયત્રીનગર પ્રાથમિક શાળા ખાતે આયોજન કરાયું છે. જેમાં ૭ થી ૧૫ વર્ષના ૧૦૦ વિદ્યાથીઓને યોગ સાથે ઉલ્લાસ બાળ મનનો વિકાસ નિઃશુલ્ક સમર યોગ ટ્રેનિંગ આપવામાં આવશે.
ટંકારા તાલુકામા સતત ત્રીજીવાર સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોના શારીરિક માનસિક સ્વાસ્થ્યની સાથે સર્વાંગિક વિકાસ અને સંસ્કારનુ સિંચન થાય તેથી યોગના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ૨૫૦ થી વધુ સ્થળો પર થશે સમર યોગ કેમ્પ યોજવામા આવશે. જેમા તા. ૧૬/૦૫/૨૦૨૫ થી ૩૦/૦૫/૩૦૨૫ સુધી યોગ સાથે ઉલ્લાસ બાળ મનનો વિકાસ નિશુલ્ક સમર યોગ ટ્રેનિંગ કેમ્પનો આજથી પ્રારભ કરવામાં આવ્યો છે. જે શિબિરમાં ૭ વર્ષથી ૧૫ વર્ષ સુધીના પ્રથમ ૧૦૦ બાળકો ભાગ લઇ શકશે. મોરબીના ટંકારા ગાયત્રીનગર પ્રાથમિક શાળા ખાતે ૧૪૨ યોગ સમર કેમ્પ કેન્દ્ર નો પ્રારંભ કરાયો છે. જેમાં હાલ ૯૨ જેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે. જે કેમ્પમાં ભાગ લેવાથી શારીરિક અને માનસિક વિકાસમાં વૃધ્ધિ, એકાગ્રતામાં વધારો, ઉત્તમ સંસ્કારનુ સિંચન, મોબાઈલના એડીકટેશનથી દુર કરવા આઉટડોર રમતો તરફ પ્રાધાન્યતા, ટીમ વર્ક (લીડરશીપના ગુણો), સર્જનાત્મક શક્તિ કૌશલ્ય સહિતના અનેક ફાયદા થાય છે. જેમાં સંચાલક તરીકે કંચન સારેસા, ડિમ્પલ સારેસા અને મીરા હિંશુ સેવા આપશે. જેમાં અતિથિ વિશેષ તરીકે દિનેશભાઈ વાધરિયા, રૂપસિંહ ઝાલા, દેવજીભાઈ પડસુંબિયા અને એડવોકેટ સંજયભાઈ ભાગીયા ઉપસ્થિત રહેશે. તો હજુ પણ જે બાળકોએ સમર યોગ કેમ્પમાં ભાગ લેવો હોય તો વહેલા તે પહેલાના ધોરણે પોતાનું નામ નોંધાવી ભાગ લઈ શકશે.