હળવદ-શિક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંચાલિત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-રરના નિયત થયેલી વિવિધ કેટેગરીમાં ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ પ્રદર્શન કરી એવોર્ડ માટે પસંદ થયેલી શાળાઓને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરવાનો કાર્યક્રમ માન. શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્ય કક્ષાના માન. શિક્ષણ મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં તા: ૨૩/૦૮/૨૦૨૨, મંગળવારે અમદાવાદ ખાતે રાખવામાં આવેલ હતો.જેમાં સમગ્ર રાજ્ય માંથી પ્રાથમિક,માધ્યમિક અને ઉ.માધ્યમિક ની કુલ મળીને 20 શાળાઓને સ્વચ્છતાના પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા.જેમાં મોરબી જિલ્લા માંથી ઓલ ઓવર કેટેગરીમાં શ્રી પે સે.શાળા નંબર-4 હળવદનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તકે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી, હળવદ તાલુકા શિક્ષણ અધિકારી અને હળવદ બી.આર.સી એ અભિનંદન પાઠવ્યા હતા.









