Thursday, March 28, 2024
HomeGujaratહળવદ પંથકમાં માવઠાની મોકાણથી ખેડૂતોની માઠી દશા : કમોસમી વરસાદથી શિયાળુ પાકનો...

હળવદ પંથકમાં માવઠાની મોકાણથી ખેડૂતોની માઠી દશા : કમોસમી વરસાદથી શિયાળુ પાકનો સોથ વળ્યો

હળવદ પંથકમાં હવામાન વિભાગની કમોસમી વરસાદથી આગાહી સાચી ઠરતા બે દિવસથી આવેલ વાતાવરણમાં પલટો બાદ હળવદ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવતા માવઠું થતાં ખેતરોમાં પાણી પિણી થય ગયા હતા,જીરું, રાયડો, ચણા જેવા પાકો પર પાણી ફેરવી દેતા તાલુકાના ખેડૂતો ચિંતાતુર બન્યા છે વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દેતા આ વર્ષે ફરી એક વખત ખેડૂતો પર કુદરત રુઠયો હોઈ તેવો ઘાટ સર્જાયો છે. ખેડુતો ને પડીયા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

હળવદ પંથકમાં કે જ્યાં ચાલુ વર્ષ અંદાજીત ૫૫૦૦૦ હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું હતું. જેમાં મુખ્ય ચણા અને જીરું, રાયડો, મેથી, જેવા પાકો હતા સારા પાકની આશાએ ખેડૂતોએ કડકડતી ઠંડીમાં મહેનત કરી હતી તે તમામ મહેનત જાણે એક જ રાતમાં કમોસમી વરસાદે ધોઈ નાખી કમોસમી વરસાદ થતાં જીરુંના ઉભા પાક અને ચણામાં વ્યાપક નુકસાની આપી હતી. ત્યારે ખેડૂતએ સરકાર પાસે તાત્કાલિક રાહત આપે તેવી માંગ કરી હતી. મેઘરાજા ને ખમૈયો કરવા પ્રાર્થના કરી હતી.જયારે કમોસમી વરસાદથી હળવદ તાલુકામાં રણમાં મીઠુ પકવતા અગરીયાઓ ને પડીયા પર પાટું જેવો ધાક સર્જાયો છે. માવઠાથી મીઠાના અગરને ભારે નુકસાની થવાની શક્યતા સેવાઇ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!