મોરબી ખાતે ગઈકાલે રાતે ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ની ટીમ દ્વારા મોરબી તાલુકાના લાલપર એસ્ટેટ વિસ્તારમા આવેલ એક ગોડાઉન માંથી વિદેશી દારૂ નો ૩૨૧૦ પેટી જથ્થો,બે ટ્રક ,દસ આરોપીઓ,કાર સહિત બે કરોડ નો મુદ્દામાલ પકડી પાડયો છે જે કાબિલે દાદ કામગીરી કરી મોરબી પોલીસનું નાક કાપી નાખ્યું છે.એટલું જ નહિ મોરબી તાલુકા પોલીસ તો ઠીક મોટી મોટી વાતો કરતા મોરબી એલસીબી પીઆઈ ડી એમ ઢોલ ની ઓફિસ્થી આ ગોડાઉન ફકત પાંચ થી સાત કિમી જ દૂર છે.આ રેડ એટલી મોટી હતી કે મુદ્દામાલ ગણતા ગણતા સવાર પડી ગઈ અને આ રેડના પડઘા ગાંધીનગર થી લઇ ગૃહવિભાગ સુધી પડ્યા હતા.રેડની ગંભીરતા ને ધ્યાને લઇ સ્ટેટ મોનીટરીંગ સેલના જેમ્સ બોન્ડ ડીવાયએસપી કે ટી કામરીયા પણ મોરબી રેડ વાળી જગ્યાએ આવી પહોંચ્યા હતા અને તમામ માહિતી રાત થી જ મેળવી રહ્યા હતા બાદમાં મીડિયા ને અવગત કરી સતાવાર માહિતી આપી હતી.રેડ ની કામગીરી ના લીધે ડીજીપી વિકાસ સહાય દ્વારા ઈનામ ની જાહેરાત કરી હતી અને પ્રશંસા પણ કરી છે.
પરંતુ સાચી વાત હવે શરૂ થાય છે જે મોરબી એલસીબી પીઆઇ ઢોલ ની ઓફીસથી તો આ ગોડાઉન ફકત પંદર મિનિટ દૂર છે અને SMC નાં કહેવા મુજબ આ ગોડાઉન માં છેલ્લા સાત માસ થી આ રીતે વિદેશી દારૂનો વેપલો થતો હતો તો આવડી મોટી ક્રાઈમ બ્રાન્ચ અને તેના પીઆઈ ઢોલ ક્યાં મશગુલ હતા ? એ મોટો પ્રશ્ન છે.ઉલ્લેખનીય છે કે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ગત તા.૧૬ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ પીઆઈ ઢોલ ની બદલી કરી હળવદ પોસ્ટીગ આપી દેવામાં આવ્યું હતું પરંતુ પીઆઈ તો રહ્યા એલસીબી ના માણસ એને એલસીબી પીઆઈ વિના ફાવે નહિ એટલે તેઓએ રાજકીય કાવાદાવા કરી એસપી થી ઉપરવટ થઈ આ ઓર્ડર રદ કરાવી એલસીબી પીઆઈ તરીકે અણનમ ટકી રહેવા મોરબીના માનીતા કહેવાતા અમુક યુવા રાજકીય આગેવાનો સાથે મીટીંગ ભરી ખોટી રજુઆત અને ઉપજાવી કાઢેલી વાતો સાથે ગાંધીનગર પહોંચી ખુબ મહેનત કરી હોવાની ચર્ચા પણ જોરશોર થી ચાલી છે.મોરબીમાં રાજકીય આગેવાન નો માણસ બની એક વ્યક્તિ ખૂબ જ ચર્ચામાં છે જે બધા અધિકારીઓને પોતાનો રોફ બતાવી પોતે કઈક છે એવો અહેસાસ કરી પ્રભાવ પાડે છે ત્યારે આ જ પ્રભાવ માં મોરબી એલસીબી પીઆઈ પણ આવી ગયા હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે.જો કે એ તો આગામી સમયમાં દૂધ નું દૂધ પાણી નું પાણી સમય આવ્યે થઈ જશે અને પુરાવા મળ્યે સત્ય પ્રકાશિત કરીશું પરંતુ આ રેડ થી મોરબી પોલીસ પર કાળી ટીલી લાગી ગઈ છે તેમ કહેવામાં કોઈ હરક શોક નથી. સવારથી આખા ગુજરાતમાં એક મોરબી ની રેડની ચર્ચા જોવા અને સાંભળવા મળી હતી જો કે આ રેડ ગુજરાત ની પણ સૌથી મોટી રેડ માનવામાં આવે છે ત્યારે સ્થાનિક પોલીસ પણ શંકા ના ઘેરામાં છે પરંતુ શું સ્થાનિક પોલીસ પર ફકત પગલાં લઈ મામલો રફા દફે કરવામાં આવશે કે પછી મોરબી એલસીબી પીઆઈ ઢોલ અને અન્ય ઈસમો વિરૂદ્ધ પણ પગલાં લેવામાં આવશે એ મોટો પ્રશ્ન છે.સાથે સાથે પોલીસ વિરુદ્ધ પોલીસ હોય તેમ અમુક પોલીસ અધિકારીઓની સારી કામગીરી ને જીલ્લામાં અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારી સાથે મળી ખોટી સાચી બ્રિફિંગ આપી જીલ્લા પોલીસની ઈમેજ ને રાજકીય આગેવાનો સાથે ખોટી રીતે રજુઆત કરી અધિકારીઓને બદનામ કરવાનું ષડયંત્ર પણ રચતા હોવાની ચર્ચા લોકોમાં અને પોલીસ બેડામાં પણ જોરશોરથી ઉઠવા પામી છે ત્યારે જીલ્લામાં પોલીસ અધિકારીઓ જ જીલ્લા પોલીસની ઈમેજ ની ખોટી દિશા માં લઇ જતા હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે પરંતુ સત્ય ને દબાવી શકાય દફનાવી ના શકાય આ ઉક્તિ મુજબ આગમી સમયમાં દૂધ નું દૂધ અને પાણી નું પાણી થશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.
આટલું જ નહિ મોરબી એલસીબી અને અનેક અધિકારીઓને રાજકીય આગેવાન ના નજીક ગણાવતો એક યુવાન ને પણ કેમિકલ ની મંજુરી માળીયા પંથકમાં રાજકોટ અને અમદાવાદ ના ઈસમ આપી હોવાની ચર્ચા પણ જોરશોરથી લોકોમાં ઉઠવા પામી છે પરંતુ સત્ય શું છે એ તપાસનો વિષય છે.આ રાજકીય બની બેઠેલા યુવાન ના કહેવાથી આવી કેટલી કેટલી મંજૂરીઓ આપેલ છે એની તટસ્થ તપાસ ઉચ્ચ કક્ષાએ થીં થવી પણ અત્યંત જરૂરી છે.
ખેર મોરબી એસપી દ્વારા બે માસ પહેલા જે એલસીબી પીઆઈ બદલવાનો નિર્ણય હતો એ નિર્ણય ક્યાંક સાચો તો નહોતો ને આવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.જો કે આ ખાતાકીય વિષય છે આગામી સમયમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ના આધારે ડીજીપી વિકાસ સહાય કડક કાર્યવાહી કરશે તેમાં કોઈ શંકા નથી પરંતુ મોટી મોટી વાતો કરતા ડિવિઝન ના અધિકારીઓ એ પણ મૌન સેવી લીધું છે.હવે જોવું એ રહ્યું કે આગામી સમયમાં મોરબી જીલ્લા ક્રાઈમ બ્રાન્ચ શું તીર મારે છે.હાલ આ રેડ ના પડઘા રાજ્યમાં વાગી રહ્યા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી