Wednesday, January 22, 2025
HomeNewsટંકારા પંથકમાં સાંબેલાધાર વરસાદ : બે કલાકમાં છ ઈંચ નોંધાયો

ટંકારા પંથકમાં સાંબેલાધાર વરસાદ : બે કલાકમાં છ ઈંચ નોંધાયો

ટંકારા ના બંગાવડી ગામે સાંબેલાધારે વરસાદ ટુટી પડ્યો બે કલાક મા 6 ઈચ ગ્રામ્ય પંથકમાં ૧ ઈચ થી લઈ 4 ઈંચ સુધી વરસાદ નોંધાયો

- Advertisement -
- Advertisement -

મોરબીમાં મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો હતો જેમાં ટંકારા પંથકમા સાંબેલધાર વરસાદ પડ્યો હતો જેમાં જોત જોતામાં બે કલાકમાં છ ઈંચ વરસાદ નોંધાયો હતો જેના લીધે ખેતરો અને નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા હતા તેમજ રોડ રસ્તા પર વાહનો થંભી ગયા હતા ભારે ગાજ વિજ સાથે ઢળતી સાંજે વરસાદ ટુટી પડતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો હેરાન થઈ ચૂક્યા છે

આખો દિવસ ભારે બફારો અને ઉકળાટ વચ્ચે વાદળો ચડી આવ્યા અને ભાદરવો ભરપુર મંડાણો હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો ટંકારા મામલતદાર કચેરી ખાતે 37 mm દોઢ ઈંચ વરસાદ નોંધાયો જ્યારે બંગાવડી ડેમ ના માપક સાધન મા 100 mm એટલે ચાર ઈંચ તો ડેમી ૨ રાજાવડ ડેમ પર 40 mm ડેમી 1મિતાણા ડેમ પર સામાન્ય વરસાદ નોંધાયો છે ત્યારે અચાનક વરસાદ આવતા કામ ધંધે થી ઘરે પરત ફરતા લોકો અટવાયા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!