ટંકારા તાલુકાના વિસ્તારોમા આગોતરો વરસાદ સાવ નહીવત હોઇ અને હાલ વરસાદની અછત હોવાથી ખેડૂતોનો ઉભો પાક બચાવવા માટે પાણીની તીવ્ર જરુરીયાત છે.આથી સૌની યોજના હેઠળ આવતા મોરબી-ટંકારા તેમજ પડધરી તાલુકાના ગામડાઓમાથી મચ્છો-૨ થી આજી-૩ સુધી સૌની યોજનાની પાઇપલાઇન પસાર થયેલ હોઇ વોકળા, નદી, તળાવો, ચેસ્ડેમમા વાલ્વ મુકેલા હોઇ તો પાઇપલાઇનમા પાણી ચાલુ કરી આપવા તેમજ પાણીથી નદી, તળાવો, વોકળા મરી ખેડૂતોનો ઉભો પાક બચાવવા પાણી છોડવા આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા દ્વારા મોરબી કલેકટરને સૌની યોજના દ્વારા ખેડૂતોને પાણી આપવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ નરોત્તમભાઇ ગોસરા દ્વારા જણાવેલ કે ટંકારા તાલુકામાં નહિવત વરસાદના કારણે ખેડૂતોના પાકને અત્યારે પાણીની તાતિ જરુરિયાત હોય જેથી સૌની યોજના અંતર્ગત મોરબી, ટંકારા તેમજ પડધરીમાં આવતા વિસ્તારોમાં જ્યાં નદિ, વોકળા કે તળાવમાં વાલ્વ મુકેલા હોય ત્યાં તાત્કાલિક વાલ્વ ખોલી ખેડુતોને પાણિ પુરું પાડવામા આવે તેવું આવેદન આમ આદમી પાર્ટી ટંકારા ઉપપ્રમુખ રાજુભાઇ રૈયાણિ, મહામંત્રી પ્રકાશભાઇ દુબરિયા, પ્રકાશભાઇ રાજપરા તેમજ દિનેશભાઇ ચાવડા દ્વારા પાઠવવામાં આવ્યું હતું.