ગુરૂકુળના આચાર્ય રામદેવ શાસ્ત્રી, ઋષિકુમાર દ્વારા સ્મૃતિ ભેટ આપી સ્વાગત કર્યું
ટંકારા નવનિર્માણ ન્યાય મંદિરના લોકાર્પણ પ્રસંગે આવેલા ગુજરાત હાઇકોર્ટેના ચિફ જસ્ટિસ બિરેન વૈશ્ર્ણવ મોરબી ડિસ્ટ્રીકટ જજ દિલીપ મહિડા સાહેબ બાર એસોસીએશનના વકિલ મિત્રો સહિતના ગણમાન્ય મહેમાનો ટંકારા શહેર મધ્યે આવેલ ભારતના ભિષ્મપિતા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભુમી ખાતે પધાર્યા હતા સૌ પ્રથમ મહાલય ગુરૂકુલ ખાતે યજ્ઞશાળા,પરીસર અને બાદમાં જન્મ ઘરની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી.
વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક આર્ય સમાજ ના સ્થાપકની જન્મભૂમિ ખાતે પોતાના કાર્યકાળના અંતિમ ચરણમાં મળેલ લાભને યાદગાર ગણાવી ટંકારા અંગે અનેક વાતો જાણી જણાવી હતી.
આ તકે આચાર્ય રામદેવજી બ્રહ્મચારી ભાઈઓ વકિલ મિત્રો સરકારી અધિકારીઓ સામાજીક કાર્યકરો ઉપરાંત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.