ટંકારાના દેરીનાકા રોડ પર આવેલ મિતેષ ઇલેક્ટ્રોનિક્સ શો રૂમ નજીક મોટર સાયકલમાં આગ લાગી હતી. મોટર સાયકલના આગ લાગતાં વેપારીઓ આગ બુઝાવવા માટે દોડી આવ્યા હતા. જો કે તાત્કાલિક ધોરણે ફાયરના બાટલો કામે આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી.
ટંકારાના દેરીનાકા રોડ ઉપર મિતેષ ઈલેક્ટ્રોનિકસ શો રૂમ નજીક અચાનક મોટર સાયકલ સળગી ઉઠયું હતું. મોટર સાયકલ સળગી ઉઠતાં વેપારી મિત્રો પોતાનો વેપાર ધંધા મુકી આગ બુઝાવવા માટે કામે લાગ્યા હતા. જેથી બાઈકમાં લાગેલ આગ કાબુમાં આવી હતી. મોટર સાયકલમાં આગ લાગી તે જગ્યાએ બન્ને બાજુ કપડાની દુકાન પણ આવેલી હતી. પરંતુ સહેજમાં મોટી દુર્ઘટના ટળી હતી. તાકીદે ફાયરનો બાટલો કામ આવી હતા સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી.