Sunday, November 17, 2024
HomeNewsટંકારાની વિદ્યાર્થીની હવે રાજ્ય કક્ષાએ ડંકો વગાડશે:બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીનીના પ્રોજેક્ટની પસંદગી

ટંકારાની વિદ્યાર્થીની હવે રાજ્ય કક્ષાએ ડંકો વગાડશે:બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીનીના પ્રોજેક્ટની પસંદગી

જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૪ યોજાયું હતું જેમાં ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીની કૃતિ રાજ્ય કક્ષાના પ્રદર્શન માટે પસંદ થઇ હતી. જે રાજ્ય કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૪ નું આગામી તા.૦૬/૦૧/૨૦૨૩ થી તા.૦૯/૦૧/૨૦૨૩ સુધી આયોજન કરવામાં આવનાર છે.

- Advertisement -
- Advertisement -

ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ગરચર અવનીબેન મનીષભાઈએ પટેલ હિરલબેન સી. પટેલના માર્ગદર્શન હેઠળ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા આયોજી સૌરાષ્ટ્ર ઝોન કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૪ માં ભાગ લીધો હતો. જેમાં અવનીએ રજુ કરેલ કૃતિ ટેકનીક ઓફ ૩R ઇન કન્સર્ન વિથ બનાના સ્ટેમ રાજ્ય કક્ષા માટે પસંદ થયેલ છે. કૃતિ દ્વારા અવનીબેને ખેડૂતો દ્વારા કેળાના થડને વેસ્ટ તરીકે સળગાવી દેવામાં આવે છે તેનો ફરી ઉપયોગ કેમ કરી સકાય તે સરસ રીતે દર્શાવ્યું છે જેથી ખેડૂતો તેમાંથી કમાણી કરી સકે જે સિદ્ધિ બદલ શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.

જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જી.સી.ઈ.આર.ટી. – ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન આગામી તારીખ : 06/01/2024 થી તારીખ : 09/01/2024 દરમિયાન બ્રહ્માનંદ વિદ્યાધામ, ચાંપરડા, જી. જુનાગઢ મુકામે થયેલ છે. જેમાં ઝોન કક્ષાએ પસંદ થયેલી રાજકોટ અને મોરબી જિલ્લાની પ્રાથમિક/માધ્યમિક શાળાના માર્ગદર્શક શિક્ષક તથા ભાગ લેનાર વિદ્યાર્થીએ પોતાની કૃતિ સાથે બિનચૂક ઉપસ્થિત રહેવાનું છે. તેમજ તમામ શાળાઓને સૂચનાઓ આપવામાં આવી હતી કે, ભાગ લેનાર શાળાઓમાંથી ૨ વિધાર્થીઓ અને ૧ માર્ગદર્શક શિક્ષકે હાજર રહેવાનું રહેશે. વધારાના કોઇને પણ પ્રવેશ આપવામાં આવશે નહિ. સ્થળ અંતરીયાળ વિસ્તારમાં આવેલ હોય મોડેલ ગોઠવણી સંદર્ભે જરૂરી તમામ વસ્તુઓ સાથે લાવવાની રહેશે. તેમજ પ્રદર્શન તા. ૦૯/૦૧/૨૦૨૪ના રોજ બપોરના ૩-૦૦ કલાકે પુર્ણ થશે. તમામ વિજ્ઞાન સલાહાકારે ભાગ લેનાર શાળાઓ સાથે સંકલન કરી તમામ શાળાઓ આ પ્રદર્શનમાં હાજર રહે તે અંગે આયોજન કરવા પણ જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!