વર્ષ 2017 માં ટંકારા ધારાસભ્ય લલીત કગથરા ,ધોરાજી ધારાસભ્ય લલીત વસોયા,પાસ કન્વીનર હાર્દિક પટેલ,ગીતા પટેલ,રેશ્મા પટેલ,વરુણ પટેલ,દિલીપ સાંબવા સહિત 34 વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ : સરકારે વટાણા વેરી નાખતાં કોર્ટે રાહત આપી
ટંકારામાં વર્ષ 2017 માં લક્ષ્મીનારાયણ ચોક નજીક મંજૂરી વિના જાહેરનામા ભંગ કરતા પોલીસે જાતે ફરીયાદી બનીને ગેરકાયદેસરની જાહેરસભા યોજવાની ફરિયાદ નોંધી હતી જેમાં આજે ત્રણ વર્ષ બાદ આ ગુનાનો ફિલ્મી ઢબે અંત આવ્યો છે અને સરકાર તરફથી કેસ પાછો ખેંચી લેતા કોર્ટે તમામ આરોપીઓને રાહત આપી છે
ટંકારા ધારાસભ્ય લલીત કગથરા ,ધોરાજી ધારાસભ્ય લલીત વસોયા,પાસ કન્વીનર હાર્દિક પટેલ,ગીતા પટેલ,રેશ્મા પટેલ,વરુણ પટેલ,દિલીપ સાંબવા સહિત 34 વ્યક્તિઓ વિરુદ્ધ નોંધી હતી જેમાં બે આરોપીઓ ના જે તે સમયે મોત નિપજ્યા હતા જયારે બે આરોપીઓએ ગુનો સ્વીકારી લેતા કોર્ટે ૧૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જો કે આ બાદ સુપ્રીમ કોર્ટ રાજકીય નેતાઓના પેન્ડિગ કેસ ડે ટુ ડે ચાલવાની સુચનના આધારે ગુજરાત હાઇકોર્ટે તમામ કોર્ટને રાજકીય આગેવાનોના પેન્ડિગ કેસ ચલાવવા સૂચના આપી હતી જે પૈકીનો રાજકીય આગેવાનો કેસ ટંકારા કોર્ટમાં પેન્ડિગ હોય તેને ચલાવવા તમામ રાજકીય નેતાઓ કે જે વર્ષ 2017ના કેસમાં સમન્સ જારી કરી સોમવારે હાજર રહેવાનું ફરમાન કર્યું હતું જેના લીધે મોરબીમાં પેટા ચૂંટણી માં રાજકીય ગરમાવો આવ્યો હતો
આજે આ ગુનાના આરોપીઓ તરીકે ટંકારા ધારાસભ્ય લલીત કગથરા ,ધોરાજી ધારાસભ્ય લલીત વસોયા,પાસ કન્વીનર હાર્દિક પટેલ,ગીતા પટેલ,રેશ્મા પટેલ,વરુણ પટેલ,દિલીપ સાંબવા સહિત 30 આરોપીઓ હાજર રહ્યા હતા ગઈ તારીખમાં આ કેસ વિડ્રો કરવાની અરજી કરી હતી જો કે સમયે કાગલોની ખરી નકલ ન હોય સરકારી પીપી પૂજાબેન જોશીએ ખરી નકલ રજૂ કરવા દલીલ કરતાં કોર્ટે આ અરજી ફગાવી હતી ત્યારે આજે ફરી આ મામલે આજે ટંકારા ધારાસભ્ય લલીત કગથરા ,ધોરાજી ધારાસભ્ય લલીત વસોયા,પાસ કન્વીનર હાર્દિક પટેલ,ગીતા પટેલ,રેશ્મા પટેલ,દિલીપ સાંબવા સહિતના એડવોકેટે અને વરુણ પટેલ તરફે એડવોકેટ તરીકે રોકાયેલા મહિધરભાઈ દવેએ ધારદાર દલીલો અને જજમેન્ટ તેમજ અન્ય દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી અને આ કેસની વિડ્રો કરવા અરજી કરી હતી
અંતમાં સરકારે આ કેસ પાછો ખેંચવાની લેખિત બાહધરી આપતા કોર્ટે બપોરના બાર વાગ્યા બાદ તમામ આરોપીઓને રજા આપી હતી ત્યારે આજે ત્રણ વર્ષ બાદ ધૂણી ધૂણી ને ભુપો જેવી સ્થિતિ ટંકારા ના કેસમાં જોવા મળી હતી જો કે ન્યાયિક પ્રણાલી મુજબ કોર્ટે તેની કાયદાકીય કાર્યવાહી ચાલુ રાખી હતી ત્યારે સરકાર દ્વારા કેસ પાછો ખેંચવામાં આવતા કોર્ટે પણ તમામ આરોપીઓને રાહત આપી હતી જો કે લોકોમાં એવી પણ ચર્ચાઓ વ્યાપી છે કે જો સરકારને કેસ પાછો જ ખેંચવો હતો તો એ સમયે માં ગુનો કેમ નોંધાવ્યો શુ આ પાછળ રાજકીય પરિબળો કામ કરતા હતા કે પછી આવાજ દબાવવા માટેના વાહિયાત પ્રયત્નો સતા પર બેઠેલા રાજકીય બાબુઓ દ્વારા કરાયા હતા જે આજે નિષ્ફળ ગયા છે એ મોટો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે જેને લીધે લોકોમાં પણ રાજકીય આગેવાનોની છબી ખરડાતી હોય તેવો ઘાટ ઉભો થવા પામ્યો છે.