Thursday, September 18, 2025
HomeGujaratટંકારા નગરપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા-૨૦૨૫' અંતર્ગત સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન

ટંકારા નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન

ટંકારા નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવતરણ દિવસથી શરૂ કરાયેલ ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમના ભાગરૂપે તા. ૧૭/૦૯/૨૦૨૫ના રોજ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ના નિમિત્તે સરદાર પટેલ વિદ્યાલય ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરીને વાતાવરણને ઉત્સાહભર્યું બનાવ્યું હતું. તેમજ કન્યા શાળાની વિદ્યાર્થિનીઓએ ગુજરાતની ભાતિગળ સંસ્કૃતિ પર આધારિત પોતાની કલા રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે ઇન્ચાર્જ ચીફ ઓફિસર મેહુલભાઈ જે. જોધપુરા, વહીવટદાર પી.એન. ગોર, સરદાર વિદ્યાલયના સંચાલક વિજય ભાડજા, કન્યા શાળાના શિક્ષકા ઉપરાંત યુવા ભાજપ ટીમના કૈલાશબેન જગોદરા, સોનલબેન બારૈયા, રંજનબેન મહેશભાઈ, જયશ્રીબેન શીણોજીયા, હસુભાઈ દુબરીયા સહિત અનેક અગ્રણીઓ પાલિકાના કર્મચારી સૌલંકી ભાગ્યશ્રી અને જાદવ રિના ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ જે દેશનું ભવિષ્ય છે, તેઓને સ્વચ્છતાને જીવન કૌશલ્યમાં સામેલ કરીને અન્યને પણ જાગૃત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકોએ આ કાર્યક્રમની વ્યવસ્થા અને સંચાલનમાં સુંદર કામગીરી કરી હતી, જેણે કાર્યક્રમને સફળ બનાવ્યો.
આ કાર્યક્રમ દ્વારા ટંકારા નગરપાલિકા સ્વચ્છ ભારત અભિયાનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસમાં જોડાયેલી છે અને વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાના મહત્વને વધારવા માટે આવા કાર્યક્રમો ચાલુ રહશેનુ સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર જયેશ ભટાસણાએ જણાવ્યું હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!