ટંકારાની સરકારી – ગ્રાન્ટેડ શાળાએ ઝળહળતું પરીણામ પ્રાપ્ત કર્યું છે. જેમાં સૌથી વધુ ઓરપેટ કન્યા છાત્રાલયનુ આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023મા લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યનું સરેરાશ 73.27 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી જિલ્લો 83.34 ટકા પરિણામ આવ્યું છે સૌથી વધુ રીઝલ્ટ ટંકારા કેન્દ્રનું જાહેર થયું છે.
કેન્દ્ર વાઇઝ પરિણામ જોઈએ તો, ટંકારા કેન્દ્રનું સૌથી વધુ 88.73 ટકા હળવદ કેન્દ્રનું 86.14 ટકા, મોરબી કેન્દ્રનું 80.74, વાંકાનેરનું 84.82 ટકા પરિણામ આવ્યું છે.
આજ રીતે શાળા વાઇઝ રીઝલ્ટ ઉપર નજર કરી તો સૌથી વધુ ઓરપેટ કન્યા છાત્રાલય નુ 99.17% મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિધાલયનુ 87.14% અને એમ પી દોશી વિર્ધાલય નુ 82.85% રીઝલ્ટ મેળવ્યું છે અને સાબીત કરી બતાવ્યું છે કે સરળ સહજ દેખાડા કે દંભ વિના પણ અભ્યાસમાં ઉતિર્ણ થઈ શકાય છે. જેના માટે પૈસાનું પાણી કરવાની જરૂર નથી.