Tuesday, December 31, 2024
HomeGujaratટંકારા પોલીસે ફૂટ માર્ચ યોજી:ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરતા વાહનચાલકો પર તવાઈ

ટંકારા પોલીસે ફૂટ માર્ચ યોજી:ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરતા વાહનચાલકો પર તવાઈ

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી પીઆઈની બદલીઓ થતાં જગ્યાઓ ખાલી પડી હતી. જેમાં ત્રણ દિવસ પૂર્વે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ત્રણ પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં એમ જે ધાંધલની પણ બદલી કરવામાં આવી હતી. ત્યારે નવ નિયુક્ત ફોજદાર એમ જે ધાંધલે ફરજ પર આવતાની સાથે ટંકારા ટાઉનમાં ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા અંગે તાગ મેળવ્યો હતો. તેમજ હાઈવે પર ટ્રાફિક ડ્રાઈવ યોજી વાહનો ડિટેઈન કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશનના નવ નિયુક્ત પિ.એસ.આઈ એમ જે ધાંધલે તમામ બિટ જમાદાર કોન્સ્ટેબલ સહિતના જવાનો સાથે આજે સાંજે ટંકારા ટાઉનમાં ફ્લેગ માર્ચ યોજી હતી. અને ટ્રાફિકને અડચણરૂપ થતાં, ધુમ સ્ટાઈલ બાઈક  ચલાવતા, દારૂ જુગાર સહિતની ગેર કાયદેસર પ્રવુતી ઉપર ટુટી પડવા સુચના આપી હતી. તદ ઉપરાંત રાજકોટ મોરબી રોડ ટ્રાફિક ડ્રાઈવ યોજી કાળી ફિલ્મ વાળી ગાડી ઓવરલોડ વાહનો ડિટેઈન કર્યા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!