Monday, November 18, 2024
HomeGujaratઝારખંડથી ગુમ થયેલ ૧૪ વર્ષના બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી ટંકારા પોલીસ

ઝારખંડથી ગુમ થયેલ ૧૪ વર્ષના બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી ટંકારા પોલીસ

રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ તથા ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલા તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર વી.પી. ગોલના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા તેમજ ગુજરાત રાજ્યમા બનતા ગુમ અપહરણના બનાવોમા બાળકો તથા ભોગ બનનારની તપાસ કરી તેઓના વાલી વારસને સોપી આપવાની કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન ટંકારા પોલીસની ટીમે ઝારખંડ રાજ્યથી ગુમ થયેલ ૧૪ વર્ષના બાળકને મેળવી તેના માતા પીતા સાથે મીલન કરાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસની ટિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉંડમા હતા. દરમ્યાન ગત તા ૨૩/૦૯/૨૦૨૩ ના રાત્રીના ૦૨/૦૦ વાગ્યાના વખતે લજાઈ ગામેથી એક રખડતો ભટકટો બાળક ખુબ જ દયનીય હાલતમા મળી આવતા જેની પ્રાથમીક પુછપરછ કરતા માત્ર પોતે ઝારખંડથી ઘરેથી ભાગી નીકળી ગયેલ હોવાનું અને પોતે પ્રાથમીક શાળામા અભ્યાસ કરતા હોવાનુ અને માતા પીતા કે અન્ય કોઇ માહિતી અત્રેની ભાષામા આપી શકતો ન હોય જેથી અત્રેના પોલીસ સ્ટેશન લઈ આવી બાદ ઝારખંડ પોલીસ તથા ઝારખંડ ચંન્દ્રધરપુર વિસ્તારની શાળાઓનો ઇંટરેટના માધ્યમથી ગુગલ થકી સંર્ચ કરી નંબરો મેળવી તપાસ કરતા સદરહુ બાળક ઝારખંડ રાજ્યના હાદુર ગામનો વતની હોય અને પોતે આજથી ૬ દિવસ અગાઉ ઘરેથી કોઈને કહ્યા વગર રેલ્વે મારફતે અહિ ગુજરાત ટંકારા ખાતે આવી પહોચેલ જેની તપાસ કરી વાલીનો સંપર્ક કરી બાળકને સહી સલામત તેના પીતાને સોપી આપેલ હતો. જેને લઇ બાળકનાં પિતાએ પોલીસનો આભાર માન્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!