Sunday, September 7, 2025
HomeGujaratટંકારા:હરીઓમ નગરમાં વરસાદી પાણીની સમસ્યાથી રહીશો ત્રસ્ત:શાસક પક્ષના નેતાઓ પર ફિટકાર

ટંકારા:હરીઓમ નગરમાં વરસાદી પાણીની સમસ્યાથી રહીશો ત્રસ્ત:શાસક પક્ષના નેતાઓ પર ફિટકાર

ટંકારા નગરપાલિકા વિસ્તારમાં આવેલા હરીઓમ નગર ટાપુમાં વરસાદી પાણીની ગંભીર સમસ્યાએ રહીશોને હેરાન-પરેશાન કર્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ભાજપના મોટા હોદ્દેદારોના ઘરોની આસપાસ પણ આ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો,જ્યારે આ નેતાઓ તાલુકાના ઠેકા લેવામાં વ્યસ્ત છે. આ મુદ્દે સ્થાનિકોમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે, અને ભાજપના નેતાઓ તેમજ રાજકારણીઓ પર લોકો ફિટકાર વરસાવતા જોવા મળ્યા.રહીશોનો આરોપ છે કે સ્થાનિક અધિકારીઓ પાસે આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ નથી. હરીઓમ નગરના રહીશો આ સમસ્યાથી કંટાળીને પોતાની રજૂઆત લઈ પાટીદાર કાર્યાલય પહોંચ્યા હતા. તેમની માંગ છે કે વરસાદી પાણીની નિકાલની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે, જેથી આ વિસ્તારના લોકોને રાહત મળી શકે. આ મામલે હજુ સુધી સ્થાનિક વહીવટી તંત્ર કે ભાજપના નેતાઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી, જેના કારણે રહીશોમાં રોષ વધુ તીવ્ર બની રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!