ટંકારા : શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારાના ભૂતપૂર્વ વ્યવસ્થાપક અને આચાર્ય શ્રી વિદ્યાદેવજીનું આજ રોજ 10 એપ્રિલ ને સોમવારે સવારે નિધન થયેલ છે. તેમના અંતેષ્ઠી સંસ્કાર દિલ્હી ખાતે બપોરના બે વાગ્યે વૈદિક વિધિથી કરવામાં આવ્યા. આચાર્ય વિદ્યા દેવજીના નિધનથી શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ તથા ટંકારા વિસ્તારને ન પુરાય તેવી મોટે ખોટ પડેલ છે. શ્રી આચાર્ય વિદ્યાદેવજી એ ભૂકંપ તથા દુષ્કાળમાં અગણિત સેવા કાર્યો કરેલ તેમના સમયમાં ટ્રસ્ટમાં અનેક બિલ્ડીંગોનું નિર્માણ કાર્ય થયેલ છે. આચાર્ય વિદ્યા દેવજી સ્વાભાવે હસમુખભાસી તથા મિલન સાર હતા ટંકારા ટ્રસ્ટ સાથે ગ્રામજનોનું જોડાણ તેમના થકી થયેલ. ગૌ સેવક ધર્મબંધુજીનું નામકરણ આચાર્ય વિદ્યા દેવજીએ કરેલ. પોતાની હાથ બચત મુડીને પોસ્ટ એકાઉન્ટમાં રાખી એમના મુત્યુ બાદ એ રકમ દેશના કાજે વપરાઈ માટે નોમિનેટ પણ કર્યુ ન હતું. નાની બચતના એજન્ટ જગદીશ કુબાવતે જણાવ્યું કે મે જ્યારે નોમિનેશન માટે પુછયુ ત્યારે એમ કહું કે હું આવ્યો ત્યારે કાઈ હતું નહી જતી વખતે પણ કાઈ હશે નહી તો દેશ એજ નોમિનેશન છે આ બચતની રકમ દેશહિત કાજે વપરાશે એ આનંદની લાગણી છે આવા રાષ્ટ્ર પ્રેમી અને સત્યના સાધક વિધાદેવજીના દિવ્ય આત્માને પરમાત્મા પરમ શાંતિ અર્પે એવી મોરબી મીરર ટીમ દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે.