Thursday, September 11, 2025
HomeGujaratટંકારા:શ્રી એમપી દોશી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ કર્યો ગમ્મત સાથે જ્ઞાનનો અનુભવ:વિદ્યાર્થીઓને કરાવાઇ અવકાશની...

ટંકારા:શ્રી એમપી દોશી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ કર્યો ગમ્મત સાથે જ્ઞાનનો અનુભવ:વિદ્યાર્થીઓને કરાવાઇ અવકાશની અનોખી સફર !

ટંકારાની શ્રી એમપી દોશી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે એક અનોખો અને શૈક્ષણિક કાર્યક્રમ “A SPACE JOURNEY AT YOUR SCHOOL” અને “ઉડાન: એક અંતરીક્ષ કી ઓર”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને અવકાશ, અવકાશયાન અને બ્રહ્માંડની રોમાંચક દુનિયા વિશે ગમ્મતભરી રીતે માહિતી આપવામાં આવી હતી. જેણે તેમના જ્ઞાન અને ઉત્સાહને નવી ઊંચાઈઓ આપી હતી.

- Advertisement -
- Advertisement -

શ્રી એમ પી દોશી વિદ્યાલય, ટંકારા ખાતે વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાનની રોમાંચક દુનિયાથી પરિચિત કરાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના પ્રાંગણમાં એક વિશાળ ડોમ ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને જાણે અવકાશમાં સફર કરતા હોય તેવો લાઈવ અનુભવ કરાવવામાં આવ્યો હતો. આ ડોમની અંદર બ્રહ્માંડ, અવકાશી પદાર્થો અને અવકાશયાનની ગતિવિધિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જે વિદ્યાર્થીઓના કોર્સનો એક ભાગ હતી. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ દરમિયાન અવકાશ વિજ્ઞાનની રસપ્રદ માહિતી જાણી અને તેનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ ઉપરાંત, રોબોટિક ગેમ્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે મનોરંજનનો અનોખો સમન્વય અનુભવાયો હતો.

આ ગેમ્સે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને ઉત્સાહને વધુ વેગ આપ્યો હતો. શાળાના પ્રિન્સિપાલ વિજયભાઈ કણઝારીયાએ જણાવ્યું કે, “આજના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓએ ટેક્સ્ટબુકની બહાર નીકળીને પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવું જરૂરી છે. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાનની દુનિયા સાથે જોડવાનો અને તેમનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો હતો.” આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યેની ઉત્સુકતા વધારી અને તેમને શૈક્ષણિક રીતે સમૃદ્ધ કરવાની સાથે મનોરંજનનો અનોખો અનુભવ પૂરો પાડ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!