ટંકારા તાલુકા વહીવટી તંત્ર દ્વારા એમ પી દોશી વિર્ધાલયના પટાંગણ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા વહીવટી તંત્ર, રાજકીય આગેવાનો, શાળાના સ્ટાફ તેમજ વિધાર્થી અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૨૧ જૂન, ૨૦૨૫ ના રોજ ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ટંકારા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સમુહ યોગ કાર્યક્રમનું લતીપર ચોકડી નજીક આવેલ એમ પી દોશી વિર્ધાલય ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષની થીમ “યોગ ફોર હાર્મની એન્ડ પીસ” અંતર્ગત યોગના મહત્વ અને તેના શારીરિક તેમજ માનસિક લાભો વિશે જનજાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. જેમાં યોગ બોર્ડની કાબીલ ટિમે સવિશેષ માહિતી અને માર્ગદર્શન વિદ્યાથીઓ, ગામવાસીઓ તેમજ યોગ કરતા લોકોને આપ્યું હતું.