Thursday, May 8, 2025
HomeGujaratટંકારા તાલુકા ભારે પવન બાદ વરસાદ સાથે પડ્યા કરા, અનેક જગ્યાએ વૃક્ષો...

ટંકારા તાલુકા ભારે પવન બાદ વરસાદ સાથે પડ્યા કરા, અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ થયા ધરાશાયી

ટંકારા તાલુકામાં ભારે પવન બાદ વરસાદ સાથે કરા પડ્યા છે જેને કારણે વૃક્ષો અને વીજ પોલ ધરાશાય થવાની અનેક જગ્યાએની ઘટનાઓ સામે આવી છે. સરાયા ગામ પાસે લતિપર રોડ પર, ધુનડા ખાનપર રસ્તે અને ખીજડીયા રોડ પર મહાકાય વૃક્ષ પડી જતા રોડ બંધ થઈ જવા પામ્યો હતો. તો નેસડા સુરજી ગામે પ્રસંગ માટે બાંધેલ મંડપ તૂટી ઉડવા લાગ્યો હતો. હાલ તંત્ર દ્વારા રોડ પરથી વૃક્ષો દૂર કરવાની અને પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકામાં ભારે પવન સાથે વીજળીના ચમકારા સાથે વરસાદ સાથે કરા પડયા હતાં. કરા સાથે વરસાદ વરસતાં અનેક વૃક્ષોનો સોથ વળી જવા પામ્યો છે. નેસડા સુરજી ગામ જવાના માર્ગ પર વરસાદ અને પવનના કારણે અનેક વૃક્ષો અને વીજળીના પોલ જમીન દોસ્ત થઈ ગયા છે. વીજ થાંભલાઓ પડી જતાં વીજળી ગુલ થઈ ગઈ છે અને મસ મોટું નુકસાન થયું છે. તેમજ સરાયા ગામ પાસે લતીપર રોડ પર વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહારને અસર પહોંચી છે. ધુનડા ખાનપર રસ્તે અને ખિજડીયા રોડ ઉપર પણ વુક્ષ ધરાશાયી થતા રોડ બંધ જવા પામ્યો હતો. તો બીજી તરફ ભારે પવનને કારણે નેસડા સુરજી ગામે પ્રસંગનો મંડપ ઉડી તુટી જવા પામ્યો હતો. તંત્ર દ્વારા હાલ રોડ પર પડેલ વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા વિજ પુરવઠો પુર્વવત કરવા કામગીરી હાથ ધરી છે. જ્યારે ટંકારાથી આથમણી બાજુના ગામડામાં ખેતર સમોણા પાણી નિકળી ગયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!