ફરી એક વાર ટંકારા તાલુકા પંચાયત ચર્ચાના ચગડોળે પુર્વ કારોબારી ચેરમેન અને થોડા દિવસ પહેલાં બળવો કરી નવી સમીતી માટે ટેકો આપનાર કમિટીના મેમ્બર અરવિંદભાઈ દુબરીયાનુ કમિટીમાથી રાજીનામું આપી આલા કમાન્ડના નેતા અને સમાજના શ્રેષ્ઠીની વાત ને માન્ય રાખી લેઉવા પાટીદારના લોક પ્રિય નેતાએ સ્વેચ્છાએ સમિતીમાથી હટી જવા બાબતે હામી ભરી
અમારા અંગત રાજકીય સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સમાજના આગેવાનો સંગઠનના હોદ્દેદારો અને ચુંટાયેલા નેતાઓ ના માર્ગદર્શન હેઠળ એક મિટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ નિર્ણય કર્યાનું અંગત સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.જોકે સમગ્ર મામલે ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા સાહેબનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હજુ સુધી રાજીનામા બાબતે કચેરી ખાતે કોઈ લેખિત પત્ર મળ્યો નથી.
સમગ્ર મામલે યુવા નેતા અરવિંદભાઈનો ટેલીફોનિક સંપર્ક કરતા એમણે રાજીનામું આપી રહ્યાની વાતને સમર્થન આપ્યું છે.ગત બે દિવસ પહેલા મળેલ સામાન્ય સભામાં ભાજપ પક્ષે મેન્ડેટ સાથે સુચવેલ સભ્યોની સમિતિ સામે બળવો કરનારા ૬ સભ્યો પૈકી એક સભ્ય કમિટી માથી હટી જવામાં હામી ભરતા રાજકીય સોગઠાં બાજી શરૂ થઈ ગઈ છે. ટંકારા તાલુકા પંચાયતમાં સમિતીને લઈ રાજકીય વાતાવરણ ગરમાયુ છે એ ફરી એક વાર ચર્ચાનું કેન્દ્ર બની ગયુ છે અને આગામી ૧૨ તારીખે મળનારી વિશેષ સભામાં શું થશે? એ સૌથી મોટો સવાલ છે.શું સમિતીમા ભાજપે મેન્ડેટ આપેલ કારોબારી ચેરમેન તરીકે કાયદાના તજજ્ઞ એડવોકેટ & નોટરી અલ્પેશ દલસાણીયાની સમિતીમા વરણી થશે? કે પછી આ પાંચ સભ્યો પૈકી કોઈ એક કારોબારી ચેરમેન બનશે? શું ખરેખર ધી ના ઠામમાં ઘી પડી જશે કે પછી શિસ્તબદ્ધ પાર્ટી સભ્યો વિરુદ્ધ કોઈ પગલા ભરશે એ બધી વાતો હાલે ટંકારા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.