ટંકારા ટીડીઓ દ્વારા આકસ્મિક ફિલ્ડ વિઝિટમા હમીરપરના તલાટી ગેરહાજર જણાતા કારણદર્શક નોટિસ ફટકારી ગુટલીબાજ તલાટીમા ફફડાટ. ગામ્ય લેવલે કોરોના યોદ્ધા સમીતિના અધ્યક્ષ તરીકે જેણે કામ કરવાનું છે એ અનિયમિત હોવાની ગામલોકો ની ફરીયાદ બાદ વિઝિટ કરતા ઓફીસે અલિગઢી તાળુ લટકતુ હતુ. મિતાણા, વાછકપર, ગણેશપર સહિતના ગામડામા તલાટી હાજર જણાતા પ્રશંસા કરી
ટંકારા ના તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા આજે અચાનક મિતાણા, વાછકપર, ગણેશપર, હમિરપર, સખપર સહિત ના ગામડા ની બપોર બાદ આકસ્મિક ફિલ્ડ વિઝિટ માટે નિકળ્યા હતા જેમા હમિરપરના તલાટી કમ મંત્રી નિલમબેન કવૈયા બિન અધિકૃત રીતે કોઈ પણ રજા રીપોર્ટ વગર પંચાયતે કે સેઝા ના ગામે હાજર ન જણાતા ટીડીઓ નાગાજણ તરખાલા દ્વારા કારણદર્શક નોટિસ આપી છે અને કડક પગલાં લેવામાં આવે એવુ જાણવા મળ્યુ છે અત્રે ઉલ્લેખનીય છે કે કોવિન 19 ની વૈશ્વિક મહામારી વચ્ચે ગામ્ય યોદ્ધાઓની કમીટી ના અધ્યક્ષ ખુદ તલાટી કમ મંત્રી ને રાખ્યા છે જે ગેરહાજર રહેતા હોય જેની ગામજનો દ્વારા અનેક વખત રજૂઆતો આવી હતી જેથી આકસ્મિક વિઝિટ મા મહિલા તલાટી ગેરહાજર જણાઈ આવ્યાં હતાં જોકે મિતાણા સહિત અન્ય ગામો ની વિઝિટ મા હાજર રહેલા તલાટી ની કામગીરી ની પ્રશંસા પણ કરી હતી.