Thursday, April 18, 2024
HomeGujaratટંકારા શિક્ષક સંઘના આગેવાનોએ આચરેલ સીસીસીના કૌભાંડ મામલે માત્ર છેલ્લા ઈજાફાનું ચલણ...

ટંકારા શિક્ષક સંઘના આગેવાનોએ આચરેલ સીસીસીના કૌભાંડ મામલે માત્ર છેલ્લા ઈજાફાનું ચલણ ભરાવી ભીનું સંકેલતું તંત્ર

સીસીસી ઓનલાઈન રીઝલ્ટમાં છેડછાડ કરી અન્ય વ્યક્તિઓના નામ સામે પોતાના નામ ગોઠવી ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવી લીધાનું કૌભાંડ કરનારને કોઈ પણ પ્રકારની સજા કર્યા વગર માત્ર છેલ્લા ઇજાફાનું ચલણ ભરાવતું તંત્ર

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલૂકામાં શિક્ષક સંઘના આગેવાનો દ્વારા કમ્પ્યુટર કૌશલ્ય સીસીસીની પરીક્ષાના ફોર્મ ભર્યા વગર,પરીક્ષા આપ્યા વગર gcvt cccresult સાઈટમાં આપેલ વર્ષ ૨૦૧૩ ની રીઝલ્ટની કુલ ૧૨૦ પેઈજની સીટમાથી પેજ નંબર ૩,૪ અને ૩૫ વાળી રીઝલ્ટ સીટની પ્રિન્ટ કાઢી સાચા નામની જગ્યાએ પોતાના નામ ગોઠવી તાલુકા, જિલ્લા અને લોકલ ફંડ વગેરેમાં લાગવગ લગાડી ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરાવી લીધું છતાં ચારેય મહાસયોએ કૌભાંડ કર્યાનનો લેખિત સ્વીકાર કરેલ છે સીસીસીનું વ્યક્તિગત સર્ટી આવતું ન હોય ઓનલાઈન રિઝલ્ટનો લિથો આવે છે એ લિથામાંથી જ પેજ નંબર 3,4 અને 35 ની પ્રિન્ટ કાઢી પોતાના નામ ગોઠવી વર્ષોથી ખોટી રીતે સરકારી નાણાં મેળવી રહ્યાની અને ગંભીર ગુનો કર્યાની ફરિયાદ આધાર પુરાવા સાથે થઈ એનો ઘણો સમય વીતી જવા છતાં કોઈ જ પગલાં લેવામાં ન આવ્યા અને અમને મળતી માહિતી મુજબ ગત તા.28.12.2020 ના રોજ ચારેય કૌભાંડકારીઓને છેલ્લે મંજુર કરેલ ઈજાફો એટલે કે ઈન્ક્રીમેન્ટ ચલણથી પરત ભરવાનો હુકમ કરેલ છે ચલણમાં સિક્કો તાલુકા વિકાસ અધિકારીનો છે અને સહી અન્ય કોઈની હોય એવું માલુમ પડે છે,સિક્કાઅને સહીનો દુરોપયોગ કરવો એ પણ એક ગુનો હોવા છતાં સ્થાનિક અધિકારી આ કૌભાંડ કરનાર લોકોને છાવરી રહ્યા હોય એવું જણાઈ આવે છે અને ગોટાળા કરનાર ગુરુજીઓ રાજ્ય અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં ઉચ્ચ હોદા ધરાવતા હોય ખોટી રીતે ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવી વર્ષ 2013 થી તગડો પગાર મેળવી ભયંકર ભ્રષ્ટાચાર આચરેલ હોવા છતાં કોઈ પણ પ્રકારની સજા ન થતા આ મામલે મોટો આર્થિક વ્યવહાર કરી મામલો રફે દફે કર્યો હોવાનું જણાઈ આવે છે,

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!