અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે શ્રી કડવા પાટીદાર સમાજ ટંકારા પ્રેરિત શ્રી ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતી દ્વારા 13 મો શાહી સમુહ લગ્ન યોજવામાં આવ્યો હતો. જેમાં અખાત્રીજના શુભ દિવસે 8 યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. જેમાં અલગ અલગ સમિતિની ભારે મહેનત ને કારણે શાહી સમૂહ લગ્ન ધામધુમ પૂર્વક ઉજવાયો હતો.
શ્રી કડવા પાટીદાર સમાજ ટંકારા પ્રેરિત ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા અખાત્રીજના શુભ દિવસે 13 મો સમૂહ લગ્ન કલ્યાણપર પાટિયા પાસે સ્થિત સમાજ વાડી ખાતે આયોજન કરવામાં આવ્યો હતો. જે સમૂહ લગ્નમાં કુલ આઠ નવયુગોલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. નવ યુગલને આશિર્વાદ આપવા તાલુકાના નામાંકીત સામાજિક આગેવાનો, રાજકીય અગ્રણીઓ ઉપરાંત મોટી સંખ્યામાં પાટીદાર પરીવારો ઉપસ્થિત રહ્યા હતા. સમુહ લગ્ન સમિતિના અધ્યક્ષ અરવિંદ બારૈયા, ઉપાધ્યક્ષ કચરાભાઈ ધોડાસરા, પ્રમુખ હીરાભાઈ, ઉપપ્રમુખ વલમજીભાઈ રાજપરા, દિપકભાઇ સુરાણી, ખજાનચી કેશુભાઈ જીવાણી, મંત્રી રમેશકુમાર કૈલા, ગોરધનભાઈ ચિકાણી, ડાયાલાલ બારૈયા, વાત્સલ્ય મનિપરા સહિતની વિવિધ કમિટીના ગણમાન્ય સદસ્ય, ગામડાની કમિટી કાયમી દાતા અને ધોમ ધખતા તાપમા અથાગ મહેનત કરતા સ્વયં સેવકના પરીણામે શાહી સમુહ લગ્ન દિપી ઉઠ્યા હતા. બગથરા જગ્યાના મહંત પ.પૂ દામજીભગતે દિકરીને કુટુંબની દરકાર લેવા લાજ કાઢીને નહી લાજ રાખીને જીવન જીવવા ટકોર કરી હતી. તેમજ કમિટી વતી કુમાર કૈલાએ જણાવ્યું હતું કે આ સમુહ કાર્ય એક મેકના સહયોગ વિના શક્ય નથી. સૌ નવયુવાને આવા કાર્ય માટે પોતાની હાજરી તેને વખાણી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.