ટંકારાના આસુન્દ્રા નદીના કિનારે અમરાપર રોડ ખાતે સુરાપુરા ધામ ખાતે સમસ્ત બાબરીયા પરીવાર ચુંવારીયા કોળી પરિવાર દ્વારા દ્રી દિવસીય ધાર્મિક મહાયજ્ઞોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 10 અને 11 એપ્રિલના રોજ ધ્વજાજી સામૈયું અને સમસ્ત ભુવાશ્રીના સામૈયા યોજાશે, ત્યારબાદ મહાપ્રસાદનુ આયોજન બાદ પુજા અર્ચના આરતી કરી બપોરે 3 વાગ્યાથી રાત્રે 12 વાઞ્યા સુધી ડાક ડમરૂ કાર્યક્રમ યોજાશે. તેમજ તા. 11 ના રોજ સવારે 7 વાગ્યે મહા યજ્ઞોત્સવ શાસ્ત્રીશ્રીના વૈદિક મંત્રોચ્ચાર સાથે થશે. બપોરે 12:30 વાગ્યે બિડુ હોમવામાં આવશે. ત્યાર બાદ તરત ગુજરાતના ખ્યાતનામ કલાકાર સાગરદાન ગઢવી અને ગોવિંદભાઈ ગઢવી ધાવડી સાઉન્ડના સથવારે રાસ ગરબાની રમઝટ બોલાવશે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ટંકારાથી ઉગમણી બાજુ અમરાપર રોડ ઉપર નવ દશકાથી આસુન્દ્રા નદીના કિનારે કુદરતી વાતાવરણ વચ્ચે આવેલ સુરાપુરા દાદાના સાનિધ્યમાં આગામી તારીખ 10 અને 11 એપ્રિલના રોજ બે દિવસીય અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન બાબરીયા પરીવાર (ચુંવારીયા કોળી) દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ભરથી હજારો ભાવિકો ટંકારા પધારશે. 10 તારીખે સવારે 8 વાગ્યે ટંકારા ગામથી સુરાપુરા દાદાના સાનિધ્ય સુધી ધ્વજાજી સામૈયું અને સમસ્ત ભુવાશ્રીના સામૈયા યોજાશે, ત્યારબાદ મહાપ્રસાદનુ આયોજન બાદ પુજા અર્ચના આરતી કરી બપોરે 3 વાગ્યાથી રાત્રે 12 વાઞ્યા સુધી ડાક ડમરૂ કાર્યક્રમ યોજાશે. જેમાં ખ્યાતનામ રાવળ દેવ ભરત કુઢીયા ટિમ સાથે ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત ગુરૂ ભુવાશ્રી મેરામભાઈ માંડવીયા બાબરીયા પરીવારના થાપાના ભુવાઓ પંચના ભુવાઓ હાજર રહેશે.નવસો વરસનો ઈતિહાસ આંખ સામે રાખીને પાધરે ખોડાયેલ દાદાના ચોપડાની વાત બારોટ બુધ્દ્વિસાગર ખડેરાવ (ભાણા) અને બારોટ જયદીપ રાજેશભાઈ હાજર રહશે. તારીખ 11 એપ્રિલને શુક્રવારના રોજ સવારે 7 વાગ્યે મહા યજ્ઞોત્સવ શાસ્ત્રીશ્રી ના વૈદિક મંત્રોચ્ચાર સાથે થશે, બપોરે 12:30 વાગ્યે બિડુ હોમવામાં આવશે. ત્યાર બાદ તરત ગુજરાતના ખ્યાતનામ કલાકાર સાગરદાન ગઢવી અને ગોવિંદભાઈ ગઢવી ધાવડી સાઉન્ડના સથવારે રાસ ગરબાની રમઝટ બોલાવશે. જે ધાર્મિક દ્રિ દિવસીય કાર્યક્રમ સુરાપુરા ધામ આસુન્દ્રા નદીના કિનારે અમરાપર રોડ ટંકારા ખાતે યોજવામાં આવશે. જે કાર્યક્રમમાં પધારવા સમસ્ત બાબરીયા પરીવારે તમામ જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. જેની વધુ માહિતી માટે સંદિપભાઈ 8530311309, કાનજીભાઈ 9974700583, કાળુભાઈ 9974536653, અજયભાઈ 8849033244, લખનભાઈ 9879968281, અજયભાઈ 8460846059 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.