ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે આવેલ લખધીરગઢ સેવા સહકારી મંડળીની ઓફિસનુ નવ નિર્માણ કર્યું હતું.કોર્પોરેટ ટાઈપ ઓફિસનુ લોકાર્પણ માજી મંત્રી વર્તમાન ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો બેન્કના ચેરમેન જયેશભાઈ રાદડિયા હસ્તે કરવામાં આવ્યું હતું.
આ તકે ક્રુભકોના ડાયરેકટ બેન્કના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવિયા ટંકારા ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયા મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા મંડળી પ્રમુખ જગદીશભાઈ પનારા મંત્રી દુષ્યંતભાઈ ભુત કમિટીના સભ્યો સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.