ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના વતની અને પનારા પરિવારના પરમ પૂજ્ય સ્વ. દેવસીભાઈ વેલજીભાઈ પનારાની 38મી પુણ્યતિથિ નિમિત્તે પનારા પરિવારે તેમની સેવાભાવનાને જીવંત રાખીને સમાજ માટે પ્રેરણાદાયી કાર્યો કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
આ પ્રસંગે પરિવારે જરૂરિયાતમંદ બાળકો માટે કપડાં, શૈક્ષણિક સામગ્રી, પુસ્તકો અને બેગ સહિતની કીટનું વિતરણ કર્યું. આ ઉપરાંત, ગૌમાતાને ઘાસચારો ખવડાવી બટુક ભોજન સહિત વિવિધ સેવાકાર્યો દ્વારા સમાજ પ્રત્યેની તેમની જવાબદારી નિભાવી.
પનારા પરિવારના યુવા ઉદ્યોગપતિ અને બાલાજી ગુર્પના ચેરમેન હમેશાં સેવા કાર્ય થકી પંથકમાં ભામાશાની છાપ ધરાવતા જગદીશ પનારાએ તેમના દાદા દેવસીભાઈના આદર્શો અને સેવાભાવનાને પોતાના જીવનમાં ઉતારી, લોક કલ્યાણના કાર્યો દ્વારા તેમના માર્ગે ચાલી રહ્યા છે. તેમની બીજાને સુખી કરીને સુખી રહેવાની ભાવના આજે પણ સમાજમાં પ્રેરણા પૂરી પાડે છે.હાલે પરીવારના વડીલ અમરશીભાઈ દેવસીભાઈ પનારા, દેવેન્દ્ર અમરશીભાઈ પનારા, રાઘે પનારા, યક્ષ પનારા સહિત સમગ્ર પનારા પરિવારે આ સેવાકાર્યોમાં સક્રિય ભાગીદારી નોંધાવીને દાદા દેવસીભાઈની સેવાભાવનાને સાચા અર્થમાં જીવંત રાખી.
આ પ્રકારની સેવાભાવી પહેલ દ્વારા પનારા પરિવારે ન માત્ર પોતાના પૂજ્ય દાદાને શ્રદ્ધાંજલિ આપી, પરંતુ સમાજમાં પણ સેવા અને સદ્ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.