ધુનાવાળી ખોડીયાર માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિના નવ દિવસ સુધી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. જે રામધૂનનો આજે ત્રિજા દિવસે છે જ્યાં અખંડ રામધૂનમાં અનેક જગ્યાના મહંતો હાજર રહ્યા છે. શ્રી સનાતન આશ્રમમાં ગૌ સેવા અબોલ પશુઓ પંખી સાથે સાધુઓનો સતકાર એ જ સનાતન સત્ય છે તેમ પણ પં પુ સંતસેવકદાસ બાપુ દ્વારા જણાવવામાં આવ્યું છે. દરરોજ અલગ અલગ મંડળીઓ દ્વારા અખંડ રામધૂન ચાલુ રાખવામાં આવશે.
રાજકોટ મોરબી રોડ પર ટંકારાના ભાગોળે ડેમી નદીના કિનારે ધુનાવાળી ખોડીયાર માતાજીના મંદિરે આવેલું છે. જ્યાં દર વર્ષની માફક આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિ દરમિયાન નવ દિવસ અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંકિતન મહાયજ્ઞ અનુષ્ઠાનના આજે ત્રિજા દિવસે આજુબાજુના જગ્યાના મહંત, સાધુ સંતો અને સેવકગણોએ પધરામણી કરી હતી. જગ્યાના મહંત પ. પુ. સંતસેવકદાસ બાપુ દ્વારા આશ્રમમાં ગૌ સેવા અબોલ પશુઓ પંખી સાથે સાધુઓનો સતકાર એજ સનાતન સત્યની અખંડ જ્યોતિ સાથે નદી કિનારે પુજા અર્ચના સેવા કરી રહ્યા છે. નવ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં તમામ ધર્મ પ્રેમી જનતાને પરીવાર સાથે પધારવા આમંત્રણ છે.
જ્યાં બપોરે અને રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ જીવાપર મંડળ ધુનની રમઝટ બોલાવી રહી છે. આવતી કાલે હરબટીયાળી મંડળ હશે, ત્યારબાદ ટંકારા લોવાસ મંડળ, પછીના દિવસે વાધગઢ મંડળ, પછી હિરાપર હડમતિયા, જેના પછી નાનુ મોટું ખિજડીયા અને અંતિમ દિવસે મોરબીનુ મંડળ દ્વારા અખંડ ધૂન ચાલુ રાખવામાં આવશે.