Wednesday, March 18, 2026
HomeGujaratટંકારા: 'પાટીદાર વિઝન-2047' અંતર્ગત મહિલા સમિતિ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ઈંટોનું પૂજન...

ટંકારા: ‘પાટીદાર વિઝન-2047’ અંતર્ગત મહિલા સમિતિ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ઈંટોનું પૂજન કરાયું

વન વિલેજ ટેન ઓફિસર ના સુંદર આશ્રય સાથે ઈશ્ર્વરયા મુકામે મંજીલ નિર્માણ થશે.

- Advertisement -
- Advertisement -

ટંકારા: ‘મા ઉમિયાની આરાધના – સરસ્વતીની સાધના’ના મંત્રને સાર્થક કરવા માટે કડવા પાટીદાર સમાજ દ્વારા ભગીરથ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટંકારા તાલુકાની માં ઉમિયા મહિલા સમિતિ અને મોરબી મહિલા સમિતિના હોદ્દેદારો દ્વારા કડવા પાટીદાર સમાજ સંકુલ ખાતે પાયાના પથ્થર સમાન હર ધર એક ઈંટોનું વૈદિક મંત્રોચ્ચાર સાથે ભાવપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

આ શૈક્ષણિક યજ્ઞમાં દરેક પરિવાર સહભાગી બને તે માટે “હર ઘર એક ઈંટ” અભિયાન શરૂ કરાયું છે. આ આસ્થાનું પ્રતિક ગણાતી ઈંટને મહિલા સમિતિ અને ગ્રામ્ય સમિતિઓ દ્વારા ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવશે. આ પવિત્ર ઈંટનું દરેક પરિવારમાં 111 દિવસ સુધી પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ અષાઢી બીજના દિવસે તેને પડધરી નજીક ઈશ્વરીયા ખાતે નિર્માણ થનાર ‘જીવન નિર્માણ વિદ્યાપીઠ’ના પાયામાં સ્થાપિત કરવામાં આવશે.

જીવન નિર્માણ વિદ્યાપીઠ: રાજકોટના ઈશ્વરીયા ખાતે આશરે રૂપિયા 125 કરોડના ખર્ચે આ સંકુલ તૈયાર થશે, જ્યાં ધોરણ 8 થી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. આઈટી અને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ ક્ષેત્રે વૈશ્વિક સ્પર્ધા માટે ગાંધીનગર ગિફ્ટ સીટી પાસે રૂપિયા 125 કરોડના ખર્ચે આધુનિક કુમાર-કન્યા છાત્રાલયનું નિર્માણ થશે. સમાજનું લક્ષ્ય છે કે દરેક ગામમાંથી ઓછામાં ઓછા 10 યુવાનો IAS, IPS કે ક્લાસ વન-ટુ ઓફિસર બને.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!