રોગ અનુસાર યોગમાં ૩૦૦ નગરજનો જોડાયા
ટંકારા યોગ ટીમે નિઃશુલ્ક ત્રિદિવસીય ઈન્ટિગ્રેટેડ યોગ અભ્યાસ શિબિર રોગાનુસાર યોગ તારીખ ૪ – ૫ – ૬ એપ્રિલના રોજ સવારે ૫ : ૩૦ થી ૭ : ૩૦ વાગ્યે આર્ય ગુરૂકુલ મહાલય ટંકારા ખાતે યોજાઈ હતી
સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત ૩૦૦ નગરજનો એ આજની બદલતી જતી અતિ આધુનિક લાઇફ સ્ટાઇલ અને બગડતું જતું ખાન – પાન, યુવાવસ્થામાં જ આળસ, સુસ્તી, તણાવ, અનિદ્રા થકી શરીર અનેક રોગોનું ઘર બનેલ છે. આ સમસ્યાથી બચવા પોતાનું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બળ વધારીને સુખ-શાંતિને પામી શકે એ તરફ કદમ વધાર્યો હતો આ તકે દક્ષિણ સૌરાષ્ટ્રના પ્રભારી વિનોદભાઈ શર્મા (યોગગુરુ) દ્વારા પ્રથમ દિવસ થાઈરોઈડ, બીજા દિવસે મોટાપા અને ત્રીજા દિવસે ડાયાબિટીસ, કમર દર્દ, સંધિવા વગેરે જેવા જુદા જુદા રોગમાં કેવા યોગ કરવા તેમજ કેવું ખાનપાન રાખીએ તો શરીર તંદુરસ્ત રહે એના માટે ટ્રેનિંગ આપી હતી
યોગ ટીમની ત્રિદિવસીય શિબિરમાં સ્લોગન ગ્રુપ બેચરભાઈ પટેલ, ખજૂરા રિસોર્ટ બળવંતભાઈ પટેલ, બાલાજી પોલિપેક જગદીશ પનારા, બહુચર મંડપ સર્વિસ નયનભાઈ, આઝાદ ડીજે ઈમરાન ભાઈ, સમીર લાઈટ ડેકોરેશન, ચામુંડા પ્રિન્ટિંગ પ્રેસ ભાવેશભાઈ, ગાયત્રી સ્ટુડિયો સંજયભાઈ નગવાડીયા, ડો. વી. બી. ચિખલિયા તેમજ સાગરભાઇ રામાવતનો સહયોગ મળેલ. આ ઉપરાંત મામલતદાર શ્રી પી.એન. ગોર, ગુરૂકુલ આચાર્ય રામદેવજી, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપા, એડવોકેટ એન્ડ નોટરી સંજય ભાગીયા, હસમુખ પટેલ ઉત્તમ ગ્રુપ, સતિષ પટેલ આરએસએસ, દેવકુમાર પડસુંબિયા આર્ય સમાજ ત્રણ હાટડી, જ્યોત્સનાબેન ઘોડાસર આર્ટ ઓફ લિવિંગ, અસ્મિતાબેન ગામી ઓરપેટ વિધાલય, ચેતન ભાગીયા કન્યા પ્રાથમિક શાળા, યોગીરાજસિંહ જાડેજા રાષ્ટ્ર નવનિર્માણ સંઘ પ્રમુખ
રૂપસિંહ ઝાલા ભાજપ મહામંત્રી, જીગ્નેશભાઈ પંડિત યોગ કોચ મોરબી, ટાંક શૈલેષભાઈ સોશિયલ મીડિયા કોડિનેટર, દેવરાજ સંઘાણી સહિતના ગણમાન્ય સદસ્યો શિબિરમાં જોડાયા હતા.