ટંકારા તાલુકાના વાઘગઢ ગામના રહીશ અને આર્ય વિદ્યાલયમ્ ટંકારાના પ્રમુખ વુક્ષ પ્રેમી માવજીભાઈ દલસાણીયાના ઘરે પૌત્રના રાંદલ ઉત્સવમાં સામાજિક સમસ્યાઓના સચોટ સમાધાન માટે અનેરો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સૌ પ્રથમ વૈદિક સાહિત્યના તેમજ વેદ, ઉપનિષદ,રામાયણ, ગિતા સહિતના બધા જ ગ્રંથોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં સગા -સ્નેહી ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત લઇને લાભ લીધો હતો. સાથે સાથે તેમાં થતા પ્રશ્નોનું નિરાકરણ માટે આર્ય સમાજના મંત્રી દેવકુમાર પડસુંબીયા દ્વારા સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી.
ટંકારા તાલુકાના વાઘગઢ ગામના રહીશ અને આર્ય વિદ્યાલયના ટંકારાના પ્રમુખ વૃક્ષ પ્રેમી માવજીભાઈ દલસાણીયાના ઘરે પૌત્રના રાંદલ ઉત્સવમાં સામાજિક સમસ્યાના સચોટ નિરાકરણ માટે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ધર્મ, રાષ્ટ્ર, અનુશાસન, પર્યાવરણને લગતા પ્રશ્નો સાથે જીવન ઉપયોગી અને આત્મઉન્નતિને અનુરૂપ પ્રશ્ન પેપર કાઢી પ્રસંગમાં આવેલ મહેમાન તેમજ ગામજનોને પંગતની બેઠક વ્યવસ્થામાં બેસી પરીક્ષા આપી હતી. અમિત કોરીગા અને દેવેન્દ્ર ફેફરે પેપર જોઈ રીઝલ્ટ જાહેર કર્યુ હતું. પ્રસંગમાં પત્તા જુગારને તિલાંજલિ આપી ઉત્તમ પેપર લઇ જ્ઞાનની વૃદ્ધિ દ્રારા શ્રેષ્ઠ માનવ નિર્માણ કેમ થાય ? તેના માટેના સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે સાથે બાળકો માટે મનોરંજન રમતો ભાવિકાબેન દ્રારા રમાડવામાં આવી હતી. શ્રી વાઘગઢ પ્રાથમિક શાળાના બાળકોના અંગ કસરતના દાવનું પણ નિર્દેશન કરવામાં આવ્યું હતું. બાળકોની કલા કૌશલ્ય જોઈ મહેમાનો દંગ રહી ગયા હતા. મહેમાનો ગામ અને શાળાના વખાણ કરતા થાકતાં ન હતાં. ત્યારે વાઘગઢ હમેંશા પ્રેરણાદાયી કાર્ય કરતું રહે છે. રાંદલ ઉત્સવ નિમિત્તે શાળાના બાળકોને બે બે જોડી ગણવેશ પણ પર્યાવરણ પ્રેમી માવજીભાઈ દ્રારા આપવામાં આવ્યા હતા. જેમની ભત્રીજી શીતલબેન દ્રારા પ્રતિદિન 100 રૂપિયાનું અનુદાન છેલ્લા બે વર્ષોથી ગામની સરકારી શાળાને આપવામાં આવે છે.