હળવદ-મોરબી દરવાજા બહાર આવેલ સરકારી શાળા નંબર-4 હળવદ ખાતે ગત તારીખ 25/08/2021ને બુધવારના રોજ શિક્ષક-વિદ્યાર્થી સન્માન સમારોહ અંતર્ગત
મોરબીથી મોરબી જિલ્લા પ્રમુખ ચંદુભાઈ શિહોરા,મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઇ સોનગ્રા,મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી,જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપાબેન બોડા,હળવદ નગરપાલિકા કારોબારી ચેરમેન અશ્વિનભાઈ કણઝરીયા,તાલુકા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ પ્રવિણભાઇ ધોળું,તાલુકા પ્રા.શિક્ષક સંઘના મહામંત્રી ચતુરભાઈ પાટડીયા,હળવદ બી.આર.સી પ્રવિણસિંહ ચૌહાણ,શાળા એસ.એમ.સી.અધ્યક્ષ શશીકાંતભાઈ સોનગ્રા, સી.આર.સી કેતનભાઈ પટેલ અને કરશનભાઇ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના બાદ દિપપ્રાગટય કરી શિક્ષક-વિદ્યાર્થી સન્માન સમારોહને ખુલ્લો મૂકાયો હતો.કાર્યક્રમનો હેતુ એ હતો કે શિક્ષક,વાલી અને સૌના સહિયારા પ્રયત્નોથી આ શાળામાં ચાલુ વર્ષે ખાનગી શાળામાંથી ધોરણ 2 થી 8 માં કુલ મળીને 215 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવેલ છે અને ધોરણ 1 માં કુલ 130 બાળકોએ પ્રવેશ મેળવેલ છે જે સમગ્ર મોરબી જિલ્લામાં એક અગ્રિમ સ્થાને છે.આ શાળા કુલ 1086 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોરબી જિલ્લાની સૌથી વધુ સંખ્યા ધરાવતી સરકારી શાળા બની છે અને આ શાળા ગુજરાત સરકારના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેકટમાં પસંદગી પામી છે અને આ શાળાએ ગત વર્ષે સરકાર દ્વારા યોજાતા ગુણોત્સવ 2.0માં એ ગ્રેડ મેળવી ઉત્તમ શૈક્ષણિક સિદ્ધિ મેળવી છે.તથા કોરોનાકાળમાં જ્યારે શાળા બંધ છે ત્યારે આ શાળાએ દરરોજ 450 થી વધુ બાળકોને ઓનલાઇન શિક્ષણ આપેલ છે જે સમગ્ર જિલ્લામાં અગ્રિમ સ્થાને છે.સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા લેવાતી N.M.M.S પરીક્ષામાં તાલુકામાં સૌથી વધુ એટલે કે એક સાથે 6 બાળકો મેરિટમાં સમાવેશ પામેલ છે એવા બાળકોને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને સાથે સાથે ઉત્તમ શૈક્ષણિક કામગીરી બદલ મહાનુભાવોના હસ્તે દરેક શિક્ષકને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાની ઉત્તમ કામગીરી જોઈને જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીએ શાળાના ખૂબ વખાણ કર્યા હતા કાર્યક્રમને અંતે વાસુદેવભાઈ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય રાજેશભાઈ જાકાસણિયા અને સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.