મિતાણા ગ્રામ પંચાયતના વોર્ડ નં ૬ ના સદસ્ય ની માલિકી ના સર્વે નંબર ૩૧૦ માં આવેલ ખેતરમાં ચાલુ વર્ષે જીરુંનું વાવેતર કર્યું હતું. જેમાં બાજુમાં આવેલ કંપનીની ડામર મિકસિંગ પ્લાન્ટની ડમરીથી ૧૦ વીઘાના નુકશાન થતાં કંપનીના પ્લાન્ટ મેનેજરને અવાર નવાર રજૂઆત કરી હતી. છતાં વળતર નહિ મળતાં રોષ ઠાલવ્યો છે.
મિતાણા ગ્રામ ગ્રામ પંચાયતના વોર્ડ નં ૬ ના સદસ્ય અને ખાતેદાર દેવડા ગોરધનભાઈ તરસિભાઈએ વળતર આપવા માંગ કરી છે. જેમાં ખાતેદારે સર્વે નંબર ૩૧૦ પૈકીમાં ચાલુ વર્ષે જીરુંનું વાવેતર કર્યું હતું. જેમાં બાજુમાં આવેલ સર્વે નંબર ૩૦૯માં M.K.C. કંપનીના ડામરના મિક્સિંગ પ્લાન્ટની ડમરીથી દસ વિઘાનું જીરું કાળુ થઈ ગયું છે. જે સર્વે નંબર ૩૧૦ માં પારાવાર નુકશાન પહોંચાડ્યું છે. જેને લઇને પ્લાન્ટ મેનેજર ગુપ્તાજીને નુકશાન અંગે અવાર નવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ નુકસાનીના વળતર આપવા માટે ઠાગા ઠૈયા કરવામાં આવે છે. આ નુકશાનીનું વળતર ચૂકવવામાં આવે તથા નુકશાન થતું તાત્કાલીક બંધ કરાવવામાં આવે તેમજ પ્રદૂષણ બોર્ડના અધિકારીઓની પણ સાઠગાંઠ હોવાને કારણે કોઈ પગલાં લેવામાં આવતા નથી તેમ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.