Thursday, January 23, 2025
HomeGujaratસમાજસેવક, પત્રકાર, તેમજ પોલીસની શી ટીમ ની મહેનતથી 16 વર્ષની દીકરી નું...

સમાજસેવક, પત્રકાર, તેમજ પોલીસની શી ટીમ ની મહેનતથી 16 વર્ષની દીકરી નું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

હળવદ શહેરમાં ધુળેટીના પર્વ પર લોકો હર્ષોલ્લાસથી ધૂળેટીના પર્વ રંગોત્સવ માં મનાવતા હોય ત્યારે ધુળેટીના બપોરના સમયે ચોતરાફળી થી ભેણી ના ઢાળ તરફ જતા રસ્તા વચ્ચે એક મકાન ના ઓટલે કોઈ અજાણી દીકરી અંદાજીત ૧૬ વર્ષની ઉંમરની પરિવારથી વિખૂટી પડી ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ હતી આ બનાવની જાણ આસપાસના રહીશોને થતા તેણે અજીતભાઈ કરોત્રા સંપર્ક કર્યો ત્યારબાદ વધુ માહિતી મેળવી હળવદના પત્રકાર જાણ કરતા ત્યાં જઈ દિકરી શું કારણે ઘરેથી નીકળી ગઈ છે તેમજ તેની વિગત મેળવી પરિવાર ની બાબતની તપાસ કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે એ બાળકીને સોંપવામાં આવી ત્યાર બાદ માલૂમ પડતાં તે બાળકી સગીરા ઉમ વર્ષ ૧૬ જેઓ ગાળા ના રહેવાસી તા જી મોરબી હોવાનો માલુમ પડેલ કોઈપણ કારણોસર ઘરેથી મામા મામી જોડે રહેતી આ દીકરી ઘરેથી નીકળી ગઈ હતી વધુ વિગત મેળવી હળવદ પોલીસ ની સી ટીમ દ્વારા મહેનત કરી પરિવારનો સંપર્ક કરી તાત્કાલિક ધોરણે પરિવારને હળવદ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પરિવાર સાથે છ કલાકની મહેનતથી બાળકીનું સુખદ મિલન કરાવ્યું હળવદ પોલીસની સી ટીમ નીરૂબેન જેસીંગભાઇ આલ, મીનાબેન મનાભાઈ તારબુંદિયા, પૂજાબેન શંકરભાઈ કણજારીયા , પંકજભાઈ જસમતભાઈ પીપરીયા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી દીકરીનું તેના પરીવારજનો સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!