ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકર બાબાસાહેબની ૧૩૪મી જન્મજયંતીની ટંકારા ખાતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે વિશાળ રેલી શહેરના રાજમાર્ગો ઉપર ફરશે જેમાં મોટી સંખ્યામાં ભીમસૈનિકો જોડાશે. યુવાનો દ્વારા રેલીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જે શોભાયાત્રા બાદ મૈત્રીભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ટંકારા તાલુકાનાં અનુસુચિત સમાજ અને ડૉ. આંબેડકર ભવન સેવા સમિતિ દ્વારા આવતી કાલે 14 એપ્રિલને સોમવારે ભારતના બંધારણના ઘડવૈયા પ્રથમ કાયદા મંત્રી બૌદ્ધ પુનજાગરણ નું ઉમદા કાર્ય કરી વંચિત શોષિતના હમદર્દ બની અનેક યોજના લાવનાર ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ટંકારામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જે શોભાયાત્રાના કાર્યક્રમની શરૂઆત ટંકારા આંબેડકર હોલ લતિપર રોડ તાલુકા પંચાયત સામેથી સવારે 9 વાગ્યે કરવામાં આવશે. જેમાં સંગીત ધુન સાથે મોટી સંખ્યામાં દલીલ સમાજના નેજા હેઠળ રેલી શહેરના દેરીનાકાથી પ્રવેશ કરી જય ભિમના ગગનભેદી નારા સાથે નગરમાં ફરશે. જે રેલી અંતે આંબેડકર હોલ ખાતે પહોચી રેલીનું સમાપન કરવામાં આવશે. સાથે જ ભીમ સૈનિકો દ્વારા મૈત્રી ભોજનનુ આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં સમગ્ર તાલુકાવાસીને પધારવા આયોજક ટીમ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.