જૂનાગઢ ખાતે દર વર્ષે યોજાતી રાજય અને નેશનલ કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં 6 ગોલ્ડ મેડલ મેળવનાર મોરબીના ચાચાંપર ગામના વતની એ ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા ભૂમિકા દુર્લભજીભાઈ ભૂત આજે 24માં વર્ષ પૂર્ણ કરી 25માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
તો ખેડૂત પરિવારમાંથી આવતા ભૂમિકાબેનને બાળપણથી રમત ગમતનો શોખ ન હતો.પણ પોલીસ માં ભરતી થયા બાદ સ્પોર્ટ્સમાં આકર્ષણ થયું અને ધીમે ધીમે રમતોમાં ભાગ લઈ વિવિધ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં થોકબંધ એવૉર્ડ જીતીને પોલીસ કોંસ્ટેબલ ભૂમિકા ભૂત દોડી રહ્યાં છે . એમનાં લક્ષ્ય તરફ દોડતા સમયમાં ઘરની દીકરીને દીકરા સમોવડી ગણાવીને લોકો ગર્વ લે છે , પરંતુ ખરા અર્થમાં સમાજ એ માટે તૈયાર છે ? એવા સમાજના બંધનની મર્યાદામાં રહીને કોઈ યુવતી એનું શમણું સાકાર કરે તો ? આ દાખલો જુઓ : ‘ નાનપણથી જ સ્પોર્ટ્સ ક્ષેત્રે મને બહુ રુચિ , પણ ગામડામાં રહેતી હોવાથી કોઈનો સપોર્ટ મળતો નહોતો . જો કે કૉસ્ટેબલની પરીક્ષા પાસ કરી પોલીસ સ્પોર્ટ્સમાં જોડાવાનો નિર્ણય કર્યો અને ત્રણ વર્ષમાં અલગ અલગ સ્પર્ધામાં ભાગ લઈને કુલ ૨૪ ગોલ્ડ મેડલ મેળવ્યા છે .ભૂમિકા બેનને તેમના 25 જન્મદિવસે પરિવાર, મિત્રો સાથી પોલીસ કર્મીઓ માંથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે