હળવદ શહેરમાં પ્રિ-મોનસન કામગીરી કરવા અંગે હળવદ તાલુકા આમ આદમી પાર્ટીનાં મહામંત્રી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર તથા પાલીકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી હળવદ શહેરના લોકો રસ્તા અને પાણીથી પરેશાન છે. ચોમાસાની ઋતુમાં મોટાભાગમાં વોર્ડ તથા સોસાયટીનાં જાહેર રસ્તામાં ખાડા પડેલા હોવાથી ચોમાસા પહેલા તે ખાડાનું બુરાણ કરાવવામાં આવે જેથી ચોમાસામાં તે ખાડા પાણી ના ભરાઈ જતા હોવાથી દેખાતા નથી અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. ઉપરાંત અમુક સોસાયટીઓમાં ગટરનો પ્રોબ્લેમ છે. ચોમાસાના પાણીનો સીધો ગટરમાં ઝડપથી નિકાલ થાય એવું પણ પ્લાનીંગ કરવામાં આવે જેથી કરીને ચોમાસાનું પાણી વધુ સમય ભરેલ ન રહે અને ગંદકી ના ફેલાય તથા નગરજનોને રોગનો ભોગ ના બનવુ પડે.