બી.યુ.પરમીશન અને ફાયર સેફ્ટી વગર ચાલતી હોસ્પિટલને સીલ કરવા પાલિકાએ ૩ દિવસનું અલ્ટીમેટ આપ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ સરા ચોકડી નજીક આવેલ શ્રીજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં પ્રવર્તમાન જનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશન તથા સરકારનાં અન્ય લાગુ પડતા નિયમો/જોગવાઈઓ મુજબ મંજૂર કરેલ વિકાસ પરવાનગી મેળવ્યા વગર બાંધકામ કર્યા બાદ ફાયર એન.ઓ.સી. તથા બાંધકામ ભોગવટા સર્ટિફિકેટ (બી.યુ.પરમીશન) મેળવ્યા વગર જ ઉપયોગ શરૂ કરવામાં આવેલ હોવાનું જાણવા મળતા પાલીકા તંત્ર દ્વારા નોટીસ ફટકારી બી.યુ.પરમીશન અને ફાયર એન. ઓ. સી. મેળવેલ હોય તો તેના આધાર પુરાવા ૩ દિવસમાં રજુ કરવા નોટીસ ફટકારવામાં આવી હતી. અને ૩ દિવસમાં ઉપયોગ બંધ કરી દેવા અલ્ટીમેટ આપવામાં આવ્યું હતું જો આમ ન કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પાલીકા ચીફ ઓફિસર સંદિપ ઝાલાએ જણાવાયું હતું. ત્યારે પાલીકા તંત્ર દ્વારા હોસ્પિટલ સીલ કરવામાં આવે તે પહેલાં જ સંચાલકો દ્વારા હોસ્પિટલને તાળા મારવામાં આવતાં સમગ્ર મુદ્દો શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.