ટંકારા તાલુકાના નસીતપરના ગામજનોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીના હમદર્દ બની ટિફિન સેવા આપતા સદભાવના ટ્રસ્ટ માટે પીઠડાઈ ગૌ સેવાનું રામામંડળ યોજાયું હતું . જેમાં એકત્રિત સાડા નવ લાખ જેટલી માતબર રકમ ટિફિન સેવામાટે વાપરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો જે આજે ટ્રસ્ટને અર્પણ કરી હતી.
છેલ્લા 14 વર્ષથી નિરંતર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવાના ભેખધારી કાંતિભાઇ કાસુન્દ્રા અને તેમના પત્ની ભાવનાબેન મોરબી જીલ્લા સહિતના હોસ્પિટલમાં દાખલ દર્દીના હમદર્દ બની રીપોર્ટ કરાવવા , દાખલ કરવા , આર્થિક મદદ અને ખાસ કરીને ભાવતા ભોજનિયા ભરપેટ ધરે બનાવી દૈનિક ટિફિન સેવા વિના મૂલ્યે આપે છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ વર્ગના દર્દી આ સેવાનો લાભ મેળવતા હોય એના ઋણ ચુકવવાના ઉમદા આશયથી ટંકારા તાલુકાના નસીતપર ગામે પિઠડનુ વિખ્યાત રામા મંડળ યોજી એમા એકત્રિત રકમ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સામે નવ નિર્માણ પાટીદાર ભવન માટે અર્પણ કરવા માટે સમસ્ત ગામવતી આયોજન કર્યું હતું. આ પ્રસંગે એકત્રિત થયેલ સાડા નવ લાખ જેટલી રકમ સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદના કાંતીલાલ કાસુન્દ્રાને અર્પણ કરી હતી.
સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ કાંતિભાઇ કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે મુકસેવાની સમાજ નોધ લઇ હવે પોતિકાના સુખદુઃખના દરેક પ્રસંગે આર્થીક મદદ કરી અમારા કામને બિરદાવે છે. અમો દ્વારા દર્દીના સગાને રહેવા માટે 90 રૂમનુ નવુ બિલ્ડીંગ બનાવવા માટે જમીન ખરીદી છે અને હવે દાતાઓના સહયોગથી ભવન પણ તૈયાર થશે જે આગામી વર્ષોમાં મોરબી જીલ્લાના તમામ દાખલ દર્દીના સગા સંબંધી માટે ફાયદો થશે. અમદાવાદ હોસ્પિટલ ખાતે આવતા દર્દી ની સેવા માટે તથા અનુદાન માટે +91 93749 65764 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ રમેશભાઈ ધરમશીભાઈ કુંડારીયા, મનસુખભાઈ મગનભાઈ વિરસોડીયા, ધનજીભાઈ હરજીભાઈ અંદોદરિયા, સુરેશભાઈ રામજીભાઈ મેરજા, મનોજભાઈ બેચરભાઈ દેત્રોજા (સહકારી મંડળીના પ્રમુખ), હરિભાઈ લાલજીભાઈ અઘારા, પરેશભાઈ વાલજીભાઈ અઘારા, નટવરલાલ હરજીભાઈ ઝાલરીયા, ચંદુભાઈ નરશીભાઈ કડીવાર, વિવેકભાઈ મનસુખભાઈ સંઘાણી, યોગેશભાઈ પ્રભુભાઈ દેત્રોજા, રમણીકભાઈ બેચરભાઈ કડીવાર, હાર્દિકભાઈ છગનભાઈ કડીવાર, અશોકભાઈ શામજીભાઈ કડીવાર, મારુતિ ઢોલ ત્રાસા મંડળ ગામના યુવાનો અને સમસ્ત ગામજનોએ સાથ સહકાર આપ્યો હતો.