Saturday, April 20, 2024
HomeGujaratહળવદ ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધાનું આયોજન કરાયું

હળવદ ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધાનું આયોજન કરાયું

બ્રાહ્મણની ભોજન શાળા ખાતે યોજાયેલી સ્પર્ધામાં 83 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો

- Advertisement -
- Advertisement -

હળવદ: આગામી તા. 22 ઓગસ્ટના રોજ ભાઈ-બહેનના પવિત્ર બંધન નો તહેવાર એટલે રક્ષાબંધન નિમિત્તે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ જે દર વર્ષે બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધાનું આયોજન કરે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધાનું આયોજન બ્રાહ્મણની ભોજન શાળા ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં 83 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. તેમાંની એક થી દશ નંબર વિજેતાને‌ પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાગ લીધેલ તમામ બાળાઓ ત્રણ નોટબુક , કંપાસ તેમજ સન્માનપત્ર આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આઠ મહિલા જજની ટીમ દ્વારા 83 બાળકોએ બનાવેલી રાખડીમાંથી 10 રાખડી સિલેક્ટ કરવામાં આવી ત્યારબાદ ફ્રેન્ડ્સ યુવા ગ્રુપના સભ્યો દ્વારા અલગ અલગ નંબરની જાહેરાત કરી તમામ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું આ પ્રોજેક્ટમાં સરકારી શાળા નંબર ૪ ,૭ સહિત હળવદની અલગ અલગ શાળાઓમાંથી બાળાઓએ ભાગ લીધો હતો ગ્રુપના સભ્ય ભાવિન શેઠ દ્વારા તમામ બાળાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટનું દાન ગ્રુપના સ્વભંડોળમાંથી આપવામાં આવ્યું હતું. રજીસ્ટ્રેશન પહેલા તમને આટલી મોટી સંખ્યા થશે તેટલો વિશ્વાસ ન હતો. પરંતુ સ્પર્ધામાં 83 સ્પર્ધકોએ ભાગ લેતા ખૂબ જ ખુશીની વાત છે. પ્રથમ નંબરે ધોરણ ત્રણની વરમોરા જૈમીની અનિલભાઈ જેણે પોતાની કોઠા સુજથી ખૂબ જ આગવી રાખડી બનાવી હતી, બીજા નંબરે વાઘેલા જાનવી હરીશભાઇ, ત્રીજા નંબરે તારબુંદિયા દીપિકા અતુલભાઇ આમ અલગ અલગ દશ વિજેતા થયેલા બાળકો સન્માન પત્ર અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રોજેક્ટમાં જજ તરીકે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ ના મહિલા ગ્રુપ ના મહિલા પ્રમુખ જયશ્રીબેન રાવલ તેમજ બહારથી પધારેલા કોમલબેન ગાંધી, પૂજાબેન જયસ્વાલ, ચેતનાબેન કાપડિયા ,આશાબેન ચૌહાણ, જલ્પાબેન પરમાર સહિતના હાજરી આપી હતી

આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ અજુભાઈ , સંજયભાઈ માળી, દર્શન ચાવડા, ધર્મેન્દ્રભાઈ મહેતા, ભાવિન શેઠ, સચિન ચૌહાણ, સાગર મિસ્ત્રી, જનક મિસ્ત્રીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન મહેશ ભાઈ માકાસણા તેમજ પંકજભાઈ લકુમ દ્વારા કરવામાં આવ્યું હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!