હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં રહેતા રમેશભાઈ નાનજીભાઈ દલવાડી એ રમણીકભાઈ શંકરભાઈ જાદવ નામના શખ્સને અગાઉ રૂ.૨,૧૦,૦૦૦/- હાથ ઉછીના આપ્યા હતા. અને થોડા સમયમાં પરત આપવાનું કહી ચેક સહી કરીને આપ્યું હતું. ત્યારે મુદ્દત પૂરી થતાં રમેશભાઈએ રમણીકભાઈ પાસેથી પોતાના પૈસા પરત માંગ્યા હતા. પરંતુ રમણીકભાઈએ પૈસા પરત કર્યા ન હતા. જેથી રમેશભાઈએ રમણીકભાનો એચ.ડી.એફ.સી બેન્કનો ચેક બેંકમાં જમા કરાવ્યો હતો. જે બાઉન્સ થયો છે.
ચેક રિટર્ન થતા રમેશભાઈ દલવાડી દ્વારા નોટિસ આપી ફરિયાદ નોંધાવવામાં આવી અને હળવદ નામદાર કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેને લઇ કેસ હળવદના ચીફ જ્યું. મેજિસ્ટ્રેટ ગજ્જર પાસે પહોંચતા તેઓ દ્વારા કેસમાં વકીલોની દલીલો સાંભળી અને રમણીકભાઈ જાદવને છ માસની કેદની સજા તેમજ રમેશભાઈને તેમના રૂ.૨,૧૦,૦૦૦/- તાત્કાલિક પરત કરવા અને રૂ.૫૦૦૦/- સરકારમાં જમા કરાવવા અને જો આરોપી ભરવામાં કર કરે તો વધુ એક માસની કેદની સજા કરવા હુકમ કરવામાં આવ્યો છે.