હળવદ શહેર આમ તો અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલું શહેર છે અહીં નાના-મોટા પ્રશ્નો ના ગંજ ખડકાયા છે અહીં રખડતા ભટકતા ઢોરાના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ કરી દે છે. છતાં તંત્ર આવા ઢોર ને દૂર કરવામાં વામણું પુરવાર થયું છે.
હળવદના મોટાભાગના વિસ્તારોમાં રખડતા ઢોર અને આખલા નો ટ્રાફિક જામની સમસ્યા સર્જે છે તેમજ શિંગડે ચડાવી લોકોને ઇજા પહોંચાડવી ખાદ્ય પદાર્થો પર ચોટ મારવા ઉપરાંત જાહેર માર્ગ માં ગંદકી સહિતની અનેક સમસ્યાઓ સર્જી રહ્યા છે. હળવદમાં સરા રોડ થી સંગીતા પાન સુધીના મેઇન રોડ પર રેઢીયાળ ઢોરનો મેળાવડો જોવા મળે છે. રસ્તા પર વચ્ચે એ રીતે અડ્ડો જમાવીને બેસી જાય છે કે વાહનો ચાલી શકતા નથી ભરચક વિસ્તાર એવા સિનેમા રોડ ઉપર પુષ્કળ ઢોરનો કાયમી મેળાવડો જોવા મળે છે, આ માતેલ સાંઢ ખાદ્ય પદાર્થોની ખેચાખેચી માં માણસોને અડફેટે લઇ તેમને ઘાયલ પણ કરી દે છે. શહેરમાં રખડતા ઢોર આ પૈકીના ઘણા ઢોર માલિકીના છે પરંતુ સ્વાર્થી માલિકો તમને સવારે છુટ્ટા મૂકીને સાંજે ઘેર હંકારીજાય છે. તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યા હલ કરવામાં આવે તેવી શહેરીજનોની માંગણી ઉઠવા પામી છે.