મોરબીમાં સરકારે લગ્ન માં મંજૂરી તેમજ વધુ લોકો પર પ્રતિબંધ જાહેર કર્યા બાદ ટંકારા ખાતે વિશિષ્ટ રીતે સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં 26 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી ગુજરાત ના કોરોના કાળના પ્રથમ સમુહ લગ્ન ટંકારા ખાતે યોજવામાં આવ્યા છે.
ટંકારા સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા પ્રથમ સમૂહ લગ્નની ભવ્ય સફળતા બાદ મહિલા સમિતિ આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન તારીખ 26 11 2020 ને ગુરુવારે તુલસી વિવાહ ના પાવન દિવસે યોજવા જઇ રહ્યા છે ત્યારે આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ છે કે એકીસાથે 26 યુગલ નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તે પણ કોરોના કાળમાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ જેમાં સમાજના કમીટી મેમ્બર દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે સમૂહ લગ્ન એક સ્થળ પર ન શક્ય હોય કારણ કે સમૂહ લગ્નમાં ઓછામાં ઓછાં ૬ થી ૭ હજાર માણસો ભેગા થતાં હોવાથી આ સમૂહ લગ્ન નવદંપતી પરિવારના ઘર આંગણે જ યોજવાનું નકકી કર્યું હતું તેમાં શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા અલગ-અલગ નિયમો નક્કી કરવામાં આવેલ હતા
આ સમૂહ લગ્ન એક જ દિવસની અંદર યોજવાના હતા ત્યારે આજે સવારે 08:00 વાગ્યાથી આ લગ્ન શરૂ થઈ ગયા હતા અને સવારથી મંડપ રોપણ બપોરે સીમિત માણસોની હાજરીમાં જમણવાર 2 30 વાગ્યે જાન આગમન 4:30 સમાજના કમીટી મેમ્બર અને દાતાઓ દ્વારા નવદંપતીને આશીર્વાદ 5.00 વાગ્યે હસ્તમેળાપ 6.00 વાગે ભોજન સમારોહ સાથે લગ્ન પૂર્ણ કરાયા હતા સાથે જ કોરોના ગાઇડ લાઈન નું સંપુર્ણ પાલન કરવામાં આવ્યું હતું જેમાં ફક્ત 100 વ્યક્તિઓ હાજર રહ્યા હતા અને બાદમાં લગ્ન પૂર્ણ થયા બાદ 7.00 વાગ્યે કન્યા વિદાય કરવામાં આવી હતી આ રીતે તમામ 26 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સાથે જ આ સમૂહ લગ્નમાં કન્યાઓને 77 પ્રકારની વસ્તુ સ્વરૂપે દાતાઓ દ્વારા કરિયાવર તેના ઘેર જઈને આપવામાં આવી હતી જેમાં સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા નવ દંપતીઓ ના ઘરે જ લગ્ન યોજના હોવાથી ચોરી મંડપ ના 5,000 તેમજ 15000 જમણવારના અનવ સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા કન્યાઓના માતા-પિતાને આપી કોવિડ 19 ને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન ઉત્સવ ની તૈયારી માટે પ્રમુખ અશોકભાઈ પટેલ ઉપપ્રમુખ બેચરભાઈ ઢેઢી તેમજ સર્વે મહિલા સમિતિ દ્વારા આપદા ને અવસરમાં ફેરવી નાખ્યો હતો ત્યારે આ સમૂહ લગ્ન ગુજરાતના પ્રથમ સમૂહ લગ્ન હોય તો પણ વાતને નકારી શકાય નહિ.