Monday, November 18, 2024
HomeGujaratટંકારાના હમીરપર ગામ ખાતે આવેલ રામદેવપીર મંદિર-અલખધણી આશ્રમમાં રામદેવપીર મહારાજનો પ્રથમ પાટોત્સવ...

ટંકારાના હમીરપર ગામ ખાતે આવેલ રામદેવપીર મંદિર-અલખધણી આશ્રમમાં રામદેવપીર મહારાજનો પ્રથમ પાટોત્સવ યોજાયો

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હમીરપર ગામે રામદેવપીર મહારાજનો પ્રથમ પાટોત્સવ યોજાયો હતો. જેમાં સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મુકેશ ભગતના જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હમીરપર ગામે તા.૩૦/૫/૨૦૨૩ ને મંગળવારના રોજ રામદેવપીર મંદિર – અલખધણી આશ્રમ – હમીરપર ગામે રામદેવપીર મહારાજનો પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામા આવ્યું હતું. આ આયોજનમાં સમસ્ત હમીરપર ગામે મહાપ્રસાદ લીધો હતો અને સાંજે ૯ થી ૧ વાગ્યા સુધી મોરબીના રામધન આશ્રમના રત્નેશ્વરીબેન ગુરૂ ભાવેશ્વરીમાં એ સંગીતમય શૈલીમાં પોતાની અમૃતવાણીનો લાભ આપ્યો હતો અને સાથે ભજન સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગમાં સમસ્ત હમીરપર ગામે સાથ સહકાર આપ્યો એ બદલ રામદેવપીર મંદિરના પૂજારી જ્યંતિભાઈ રાઠોડે ગામનો આભાર માનયો હતો. અલખ ધણી આશ્રમ દ્વારા દર બીજે બટુક ભોજન, ભજન કીર્તન પક્ષીઓનો નિભાવ ચણ તેમજ યાત્રિકો માટે ચા પાણી તેમજ રહેવાની સુવિધા કરવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!