Wednesday, December 25, 2024
HomeGujaratટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ વિશાળ ડેમી – 1 ડેમ છલકાઈ જતા...

ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ વિશાળ ડેમી – 1 ડેમ છલકાઈ જતા ડેમસાઈટ ઉપર મનમોહક નજારો સર્જાયો

ટંકારા : મોરબી જિલ્લામાં હજુ જોઈએ તેવી મેઘમહેર થઈ નથી આમ છતાં ઉપરવાસ વરસાદને પગલે પહેલા બંગાવડી ડેમ બાદ આજે સાંજે પાંચ વાગ્યે મિતાણા નજીક આવેલ ડેમી – 1 ડેમ છલકાઈ જતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ વિશાળ ડેમી – 1 ડેમ ઉપરવાસમાં વાંકાનેર પંથકમાં થયેલા સચરાચર વરસાદને પગલે આજે સાંજે પાંચ વાગ્યે પવનની થપાટોને કારણે છલકાઈ જતા ડેમસાઈટ ઉપર મનમોહક નજારો સર્જાયો છે અને આ ડેમમાંથી સિંચાઈનો લાભ લેતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.

નોંધનીય છે કે, ડેમી – 1 સિંચાઇ યોજના હેઠળ મિતાણા, હરબટીયાળી હિરાપર, સરાયા, નાના મોટા ખિજડીયા, કલ્યાણપર અને જબલપુર સહિતના ગામોની કેનાલ મારફતે પાણી સિંચાઈ માટે આપવામાં આવે છે ત્યારે ડેમ છલકી જતા ખેડૂતોને શિયાળુ સીઝન માટે પાણી મળવાની આશા જાગી છે.

જો કે, ડેમ સાઈટ ઉપરના ઓફીસર ડી.જી. પ્રજાપતિ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ડેમ 94% ભરાઈ ગયો હોય પવનની ગતિથી પાણી હિલોળે ચડતા ડેમ છલકાઇ રહયો છે. ઈનફલો સામે આઉટફલો સમાનતર થશે ત્યારે સત્તાવાર ઓવરફલો જાહેર કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!