વહેલી સવારથી શિવાલયોમાં ભકતોની ભીડ,ખાસ આરતીનું આયોજન, હળવદ તાલુકાના ટિકર (રણ) શ્રાવણ વદ અગિયારસ નો ચરમારીયા દાદા નો ભવ્ય લોકમેળો માં લોકો ઉમટી પડ્યા.
હળવદ એ બ્રાહ્મણ ની નગરી છોટા કાશી તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લો સોમવાર શિવ મંદિરો મા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
હળવદ પંથકમાં વહેલી સવારથી જ પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લો સોમવાર શિવ મંદિરો મા ભક્તો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો. સુપ્રસિદ્ધ શરણેશ્વર મહાદેવ વૈજનાથ મહાદેવ નીલકંઠ મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ ભીડભંજન મહાદેવ વગેરે શિવાલયો માં વહેલી સવાર થીજ ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા રુદ્ર અભિષેક જળાભિષેક સહિત વિવિધ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. પવિત્ર શ્રાવણ માસ એટલે પ્રભુ શિવ ભક્તિનો મહિમા સાથે શિવ આરાધના માટે ઉત્તમ ગણાય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ નો છેલ્લો સોમવાર ના દિવસે ભક્તો ની ભારે ભીડ ઉમટી પડી હતી, શિવ ભક્તિ મા ભક્તો લિન થયા હતા દૂધ, દહીં, સાકાર, ગંગાજળ જળ સહિત વિવિધ સામગ્રી થી પ્રભુનું જળાભિષેક કરી ભક્તો એ ધન્યતા અનુભવી હતી, શહેરના વિવિધ શિવાલયો મા ભક્તો વહેલી સવાર થી ઉમટી પ્રભુ આરાધનામાં લીન થયા હતા,ભક્તો ઉમટી દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો નગર મા શિવ ભક્તિમાં લીન ભક્તો થી વાતાવરણ શિવમય બન્યું હતું,