નવી સમીતીની રચના વખતે નારાજ સભ્યોએ કમિટી રચી ફતેહ પણ હાંસલ કરી હતી.જોકે બાદમાં ધી ના ઠામમાં ઘી પડી ગયું હતું.
ટંકારા તાલુકા પંચાયતના ખુબ ચકચાર જગાવી શાશક પક્ષ તરીકે રહેલ ભાજપના નેતાઓ નારાજગી વ્યક્ત કરી કારોબારી સમિતિની અઠી વર્ષની મુદત પૂરી થતાં નવી સમીતીની રચના વખતે મેન્ડેટ મુજબની રચના કરવાને બદલે બાગી સભ્યો દ્વારા નવી કમિટી બનાવી રીતસરની જીત મેળવી ગુજરાતના રાજકારણમાં ચકચાર જગાવી હતી. જોકે આલા કમાન્ડના નેતા રાતોરાત આ મામલે ટાઢું પાડવા ટંકારા દોડી આવ્યા હોય ધીના ઠામમાં ઘી પડી ગયું હતું અને ચુંટાયેલી કમીટીએ રાજીનામું આપી નવી કમિટી બનાવી હતી પરંતુ આ કમિટીના ચેરમેન તરીકે ચુટવા માટે એઝંડા બહાર પાડવામાં ખુબ લાબો સમય રાહ જોઈ દુધના દાઝેલ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એવો ધાટ સર્જાયો હતો લાબો સમયથી કારોબારી બેઠક મલી ન હોય અનેક કામો પેન્ડીંગ પડ્યા છે. જે હવે આગામી 30 નવેમ્બરે બપોરના 12 વાગ્યાંના ટાંકણે નવી સમીતી નવા અધ્યક્ષ તરીકે ચુટી કાઢશે. જે બાદ કમિટી પેન્ડીંગ કામો તાકીદે યોગ્ય નિકાલ કરે એ જનહિત માટે જરૂરી છે.
શુ આ કમિટીના સભ્યો પણ અધ્યક્ષ ચુટવામા ખેલ કરી શકે છે?
ચર્ચાસ્પદ બનેલી ભાજપ શાસિત ટંકારા તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનની વરણીને લઈને ભારે ગરમાવો આવી ગયો હતો જે હજી પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે અને એવા સંજોગો જોઇ અધ્યક્ષ ચુટવા ની પ્રકિયા બહુ વિલંબ થયો છે અને હજુ પણ રાજકીય રીતે પંથકમાં કાઠું કાઢનાર ખેલ બગાડી શકે છે ની બિક સતાવતી હોય એવી વાતો આંતરિક સૂત્રે પાસેથી જાણવા મળે છે. જોકે હવે કોઈ નારાજગી ન હોય એવી વાત ખુદ નારાજ સભ્યો પણ કરી રહ્યા છે.