હળવદ પંથકમાં હમણાંથી કોરોના સંક્રમણ વધ્યું છે અને મોટા પ્રમાણમાં કેસો આવી રહ્યા છે ત્યારે આવી ગંભીર પરીસ્થિતિ વચ્ચે જ હળવદ તાલુકાના રણછોડગઢ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં હોય. ગ્રામલોકોને કોરોના ટેસ્ટ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગામમાં કોરોના સર્વેની કામગીરી ન થતી હોય ગામલોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આથી ગામલોકોએ આરોગ્ય તંત્ર સમક્ષ વહેલી તકે તેમના ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરાવી કોરોના અંગેની સઘન સારવાર આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.